મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા ગામ પાસે વાહન અકસ્માતમાં ઇજાગ્રસ્ત દંપતિ સારવારમાં


SHARE







મોરબીના જાંબુડીયા ગામ પાસે વાહન અકસ્માતમાં ઇજાગ્રસ્ત દંપતિ સારવારમાં

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડીયા ગામે આરટીઓ નજીક આજે રાતે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ઇજાગ્રસ્ત દંપતિને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જે પૈકી પિતાની હાલત વધુ નાજુક જણાતા તેઓને રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળે છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના જાંબુડીયા ગામે આવેલ આરટીઓ કચેરી પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.આજે તા.૩૦-૪ ના રાત્રીના ત્રણેક વાગ્યાના અરસામાં બનેલ વાહન અકસ્માત બનાવમાં વાલજીભાઈ રણછોડભાઈ ચાવડા (૫૫) અને ગીતાબેન વાલજીભાઈ ચાવડા (૫૦) રહે.બંને વજેપર મોરબી ને ઇજાગ્રસ્ત હાલતમાં ૧૦૮ વડે અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને દરમિયાનમાં વાલજીભાઈ ચાવડાની હાલત નાજુક જણાતા તેઓને વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઇ જવાયા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.બનાવને પગલે હાલ તાલુકા પોલીસ મથકના એ.એચ.પરમાર આ બાબતે વધુ તપાસ ચલાવી રહ્યા છે.

યુવાન સારવારમાં
મોરબીના ગુલાબનગર વિસ્તારમાં રહેતા ગૌતમભાઈ મનસુખભાઈ ભાલોડીયા નામનો ૩૬ વર્ષનો યુવાન કંડલા બાયપાસ દલવાડી સર્કલ પાસેથી બાઈક લઈને જતો હતો ત્યાં બાઈક સ્લીપ થવાના બનાવમાં ઈજા પામતા તેને દવાખાને સારવારમાં લઈ જવાયો હતો.જ્યારે મોરબીના વાવડી રોડ ગણેશનગર વિસ્તારમાં રહેતા હંસાબેન સંજયભાઈ ઉઘરેજા નામના ૩૨ વર્ષીય મહિલાને તેમના ઘર પાસે રાત્રિના મારામારીના બનાવમાં ઇજાઓ થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતો રમેશ ધરમશીભાઈ દેલવાડીયા નામનો ૪૦ વર્ષનો યુવાન જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવેલા જીરાગઢ ગામે તા.૧૬ના સાંજના પાંચેક વાગ્યે કોઈ કારણસર વાડીએ દવા પી ગયો હતો જેથી તેને અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.મોરબી એ ડિવિઝન પોલીસ મથકના ડી.એ. જાડેજાએ પ્રાથમિક તપાસ કરી બનાવ અંગે જોડિયા પોલીસને જાણ કરી હતી.

વાહન અકસ્માત

હળવદના ઠક્કરબાપાનગરમાં રહેતા રાજેશભાઈ જીવાભાઇ નામના ૫૯ વર્ષે આધેડને હળવદ ખાતે બાઈક સ્લીપ થવાના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં મોરબી આયુષ હોસ્પિટલએ સારવારમાં લવાયા હતા.તેમજ મોરબીના ફતેપર ગામે ભીખાભાઈની વાડીએ દવા છાંટતી વખતે અસર થતા સુમિત રમેશભાઈ અજનાર નામના ૨૦ વર્ષના મજૂરને સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે હળવદના ધાંગધ્રા રોડ ઉપર રેલ્વે ફાટક સામે બાપાસીતારામ મઢુલી નજીક બાઈક સ્લીપ થઈ જવાના બનાવમાં ઇજા પામેલ અજમલભાઈ વાલાભાઈ રબારી (ઉંમર ૪૦) રહે.લાંબી ડેરી ભવાનીનગર હળવદને ઇજી પામેલ હાલતમાં સારવારમાં મોરબી લાવવામાં આવ્યો હતો.

સામસામે મારામારીમાં ઈજા

વાંકાનેરની પંચવટી સોસાયટી વિસ્તારમાં સામસામે મારામારીનો બનાવ બન્યો હતો.ઘર નજીક બનેલ મારામારીના આ બનાવમાં સંગીતાબેન સંજયભાઈ ટીડાણી (ઉમર ૩૧) તથા સિધ્ધરાજ અશોકભાઈ ટીડાણી (૧૮) ને ઇજાઓ થતા બંનેને મોરબી સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જાણ થતા પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે વાંકાનેર પોલીસને જાણ કરી હતી.

 






Latest News