મોરબીના સરતાનપર રોડે 108 ની ટીમે રસ્તમાં જ સગર્ભાની સફળ ડિલિવરી કરાવી
મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજિત જાણતા રાજા નાટકના શો શરૂ
SHARE








મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજિત જાણતા રાજા નાટકના શો શરૂ
માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજિત મહર્ષિ દેવ દયાનંદ સરસ્વતીની 201 મી જન્મજયંતિ નિમિત્તે છત્રપતિ શિવાજી મહારાજના જીવન વૃત્તાંત પર આધારિત વિશ્વ પ્રસિદ્ધ મહાનાટક "જાણતા રાજા"નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ શુભારંભ પ્રસંગે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, સિરામિક એસો. પ્રમુખ હરેશભાઈ બોપલીયા તેમજ બાબુભાઈ ગડારા, ભણજીભાઇ પટેલ, શામજીભાઈ મેથાણીયા, રમેશભાઈ ઝાલરિયા અજયભાઈ પટેલ, ભાવેશભાઈ ઠક્કર, જયાબેન, વિનોદભાઈ લેચિયા, કાંતિભાઈ મેરજા વિગેરે હાજર રહ્યા હતા પ્રથમ દિવસે મોરબી, ભુજ તથા હળવદથી બસ દ્વારા તેમજ મુંબઈ, ટંકારા, સુરેન્દ્રનગર, રાજકોટ વિગેરે જગ્યાએથી અનેરા ઉત્સાહ સાથે રાષ્ટ્રભક્તો આવ્યા હતા અને મહાનાટક જોઈ ખૂબ પ્રભાવિત થયા હતાં અને બીજા શોમાં આરએસએસના ડો.જયંતિભાઈ ભાડેસિઆ તથા ગુજરાતભરના આરએસએસના પ્રચારકો સહિતના લોકો હાજર રહેવાના છે.

