મોરબી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતોને સાવચેતી રાખવા બાગાયત વિભાગની માર્ગદર્શિકા મોરબી: સરસ્વતી ભગવતી વિદ્યાલય તથા દોશી એમ.એસ. અને ડાભી એન.આર. હાઈસ્કૂલનું ધો. 12 માં 100 ટકા પરિણામ મોરબીમાં વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા ચોમાસા પહેલા સાફ કરવા સામાજીક કાર્યકરોની રજૂઆત મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓની નિયામિત હાજરી મોરબીની સેશન્સ કોર્ટે એનડીપીએસના કેસમાં આરોપીને ફટકારી 10 વર્ષની સજા: 50 હજારનો દંડ ભાજપના સાંસ્કૃતિક સેલ દ્વારા પ્રદેશ અધ્યક્ષને છેલ્લા 4 વર્ષનો કામગીરીનો રિપોર્ટ સોપાયો મોરબી જીલ્લામાં કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબી: આહાર પ્રણાલીમાં ફેરફાર કરીને મેદસ્વિતાને આપીએ જાકારો
Breaking news
Morbi Today

આતંકીઓ ધર્મ પૂછીને મારે છે, જેથી સાબિત થાય કે આતંકવાદીઓનો કોઈ ધર્મ છે: જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી


SHARE















આતંકીઓ ધર્મ પૂછીને મારે છે, જેથી સાબિત થાય કે આતંકવાદીઓનો કોઈ ધર્મ છે: જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી

 મોરબીના અમરાપર ગામે મોમાઈ માતાજીના મંદિરે વરજાંગભાઈ જીલરીયા તથા સમસ્ત જીલરીયા પરિવાર દ્વારા પાટોત્સવ યોજાયો: મોરબીમાં જગતગુરુ શંકરાચાર્યએ આપ્યું નિવેદન: રાષ્ટ્રની એકતા અને અખંડતા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા લોકોને કર્યું આહ્વાન: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહ મંત્રી અમિતભાઈ શાહ આતંકીનોને શોધી શોધીને જવાબ આપશે-પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

મોરબીના અમરાપર ગામે મોમાઈ માતાજીના મંદિરના પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં સારદા પીઠાધિશ્વર જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી આવ્યા હતા અને તેઓએ તાજેતરમાં પહેલગામ ખાતે જે આતંકી હુમલો કરવામાં આવ્યો છે તેને લઈને રાષ્ટ્રની એકતા અને અખંડતા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા લોકોને આહ્વાન કર્યું હતું અને આતંકીઓ ધર્મ પૂછીને મારે છે જેથી સાબિત થાય છે કે “આતંકવાદીઓનો કોઈ ધર્મ છે” એટલે તેઓને તથા તેઓને શક્તિ પૂરી પાડનારા જે કોઈ હોય તેમને આકરી સજા કરવી જોઈએ

મોરબી તાલુકાના અમરાપર ગામે આજે વરજાંગભાઈ જીલરીયા તથા સમસ્ત જીલરીયા પરિવાર દ્વારા મોમઇ માતાજીના મંદિરેનો 15 મો પાટોત્સવ યોજાયો હતો જેમાં શારદા પીઠાધશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી ખાસ હાજર રહ્યા હતા તે ઉપરાંત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીમંત્રી રાઘવજીભાઈ પટેલધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાદુર્લભજીભાઇ દેથરીયાપૂર્વ સાંસદ મોહનભાઈ કુડારીયાજિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટજિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને આ તકે સ્વામી સદાનંદ સરસ્વતીજીએ ખાસ કરીને પહેલગામમાં જે રીતે આતંકી હુમલો કરવામાં આવ્યો અને લોકોને તેનો ધર્મ પૂછીને હત્યા કરવામાં આવી છે તે જોતા ભારતમાં રાષ્ટ્રીયતાધર્મ અને સનાતનને ખતમ કરવા માટેનું ષડયંત્ર ચાલી રહ્યુ છે તેની સામે એક થઈને દેશવાસીઓએ લડવાની જરૂર છે તો જ ભવિષ્યમાં ભારત દેશની સામે આંખ ઊંચી કરવાની કોઈ હિંમત કરશે નહીં

તેઓએ વધુમાં કહ્યું હતું કે જે રીતે પહેલગામમાં લોકોને તેનો ધર્મ પૂછીને હત્યાઓ કરવામાં આવી છે અને બીજી બાજુ આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો તેવી વાતો કરવામાં આવે છે પરંતુ જે રીતે આતંકી હુમલો થયો તે સાબિત કરે છે કે આતંકવાદનો પણ ધર્મ છે જેથી કરીને આતંકવાદી હુમલો કરનાર તથા તેને બળ પૂરું પાડનારની સામે એક થઇને દેશવાસીઓએ લડવાની જરૂર છે તો રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ પહેલગામના આતંકી હુમલાનો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહ મંત્રી અમિતભાઈ શાહ દ્વારા જવાબ આપવામાં આવશે અને અતંકીઓને શોધી શોધીને તેઓની સામે કાર્યવાહીમાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.






Latest News