મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાંથી દારૂ ભરેલ રિક્ષા ઝડપાઇ, 1.10 લાખનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ


SHARE









મોરબીમાંથી દારૂ ભરેલ રિક્ષા ઝડપાઇ, 1.10 લાખનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ

મોરબીમાં માળિયા ફાટકના ઓવરબ્રિજ પાસેથી સીએનજી રીક્ષા પસાર થઇ રહી હતી ત્યારે તે રીક્ષાને પોલીસે રોકવા માટેનો પ્રયાસ કર્યો હતો ત્યારે રીક્ષા ચાલક પોતાની રીક્ષા મૂકીને નાસી ગયો હતો જેથી પોલીસ દ્વારા તે રીક્ષાને ચેક કરવામાં આવતા તેમાંથી 300 લીટર દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે રિક્ષા અને દારૂ મળીને 1,10,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે અને રીક્ષા ચાલક તથા તપાસમાં ખૂલે તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીમાં માળિયા ફાટક ઓવરબ્રિજ પાસેથી સીએનજી રીક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 2286 પસાર થઈ હતી ત્યારે તે રીક્ષાને રોકવા માટે થઈને પોલીસ દ્વારા પ્રયાસ કર્યો હતો ત્યારે રીક્ષા ચાલક પોતાની રીક્ષા છોડીને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જેથી પોલીસે રીક્ષાને ચેક કરી હતી ત્યારે તેમાંથી કુલ મળીને 300 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હોય 60,000 રૂપિયાની કિંમતનો દારૂ તથા 50,000 રૂપિયાની કિંમતની રીક્ષા આમ કુલ મળીને ૧.૧૦ લાખનો મુદ્દામાલ સ્થળ ઉપરથી પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે અને હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સીએનજી રીક્ષાના ચાલક તથા તપાસમાં જેના નામ ખુલે તેની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા ભીખાભાઈ લાભુભાઈ (૫૦) નામના વૃદ્ધને હનુમાન મંદિર પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવેલ છે

બાળક સારવારમાં

ધાંગધ્રા તાલુકાના સોલડી ગામે રહેતા ગોલતર જાહાભાઈનો ચાર વર્ષનો દીકરો જેનીશ દુકાનેથી બાઈકમાં બેસીને ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી બાળકને ઈજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News