મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીમાં ટ્રાફિકની સિગ્નલ તોડીને પોલીસકર્મીને ધમકી: ત્રણ શખ્સો સામે હવે નોંધાયો ગુનો


SHARE









મોરબીમાં ટ્રાફિકની સિગ્નલ તોડીને પોલીસકર્મીને ધમકી: ત્રણ શખ્સો સામે હવે નોંધાયો ગુનો

મોરબીની રવાપર ચોકડી પાસે ટ્રાફિક પોઇન્ટ ઉપર ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ લાઇન બંધ હોવા છતાં એક્ટિવા લઈને નીકળેલા શખ્સને એકટીવા રોકો માટે કહ્યું હતું ત્યારે તે જતો રહ્યો હતો અને ત્યાર બાદ કારમાં બે શખ્સો સાથે તે ત્યાં આવ્યો હતો અને ટ્રાફિક પોલીસને ગાળો આપીને તું ટ્રાફિક પોઇન્ટ ઉપર ઉભો રે તને ફૂટબોલની જેમ કેમ ઉડાવું છું તે જોજે તેવું કહીને ધમકી આપી હતી જેથી ભોગ બનેલા પોલીસ કર્મચારી દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં ટ્રાફિક પોલીસ તરીકે રવાપર ચોકડીના પોઈન્ટ ઉપર ફરજ બજાવતા જીગ્નેશભાઈ પ્રવીણભાઈ લાંબા એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એકટીવા નંબર જીજે 36 એએમ 8180 ના ચાલક યશ મેરામભાઇ બાલાસરા તથા તેની સાથે બ્લુ કલરની સ્વીફ્ટ કારમાં આવેલા બે અજાણ્યા શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યૂ છે કે, તેઓ તારીખ 4/5 ના રોજ સાંજે સાતેક વાગ્યાના અરસામાં પોતાના પોઈન્ટ ઉપર ફરજ બજાવી રહ્યા હતા ત્યારે ઉમિયા સર્કલથી રવાપર ચોકડી બાજુ આવવાના રસ્તા ઉપરની સાઈડ બંધ હતી અને તે સાઈડ તોડીને એકટીવા ચાલક પોતાનું વાહન લઇને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો જેથી પોલીસે તેને રોકવા માટે કહ્યું હતું છતાં તે બોલાચાલી કરીને જતો રહ્યો હતો અને ત્યારબાદ કારમાં બીજા બે શખ્સો સાથે લઈને આવ્યો હતો અને ત્યાં ટ્રાફિક પોઇન્ટ ઉપર બોલાચાલી કરીને ફરિયાદીને ગાળો આપી હતી તથા “તુ ટ્રાફિક પોઇન્ટ ઉપર ઉભો રહે તને ફૂટબોલની જેમ કેમ ઉડાવું છું તે જોજે” તેમ કહીને ફરિયાદીને ધમકી આપી હતી તથા તેની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી જેથી પોલીસ કર્મચારી દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ત્રણ શખ્સો સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News