મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટાભેલા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા


SHARE













માળીયા (મી)ના મોટાભેલા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા

માળીયા મીયાણા તાલુકાના મોટાભેલા ગામે ખરાવાડ પાછળ બાવળની કાંટમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેથી ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા પાંચ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 11,980 ની રોકડ કબજે કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માળીયા મીયાણા તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માળિયા તાલુકાના મોટાભેલા ગામે ખરાવામાં બાવળની કાંટમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી કાંતિલાલ ધરમશીભાઈ સરડવા (55), ખેંગારભાઈ મેરામભાઇ બરબચિયા (60), ચંદુલાલ દેવજીભાઈ ખંભાળિયા (49), કરસનભાઈ ભગવાનજીભાઈ ખાંભળીયા (52) અને શીવાભાઈ શામજીભાઈ ખંભાળિયા (65) રહે. બધા મોટાભેલા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી 11,980 રૂપિયાની રોકડ કબજે કરી છે અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં ત્રણ માળિયાના ગ્રાઉન્ડમાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા ધીરુભાઈ ગોવિંદભાઈ રાઠોડ (65) રહે. હળવદ વાળા મળી આવ્યા હતા જેથી તેની પાસેથી 650 ની રોકડ કબજે કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે




Latest News