મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ચીખલી ગામે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને યુવાનને એક મહિલા સહિત ચાર લોકોએ મારમાર્યો


SHARE









માળીયા (મી)ના ચીખલી ગામે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને યુવાનને એક મહિલા સહિત ચાર લોકોએ મારમાર્યો

માળીયા (મી)ના ચીખલી ગામે રહેતા યુવાને પોલીસને બાતમી આપી હોવાની શંકા રાખીને એક મહિલા સહિત કુલ ચાર વ્યક્તિએ યુવાનની સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ગાળો આપીને ધોકા વડે તેમજ ઢીકા પાટુનો મારમાર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર લીધા બાદ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે માળીયા મીયાણા તાલુકાના ચીખલી ગામે રહેતા શેખરભાઈ ચંદુભાઈ નગવાડીયા (28)એ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રકાશભાઈ વાઘજીભાઈ દેગામા, નવઘણભાઈ વાઘજીભાઈ દેગામા, વાઘજીભાઈ નરસીભાઈ દેગામા તથા વસંતબેન વાઘજીભાઈ દેગામા રહે. બધા ચીખલી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, પ્રકાશભાઈ દેગામા સામે અગાઉ દારૂનો કેસ થયેલ હતો જે અંગેની પોલીસને ફરિયાદી બાતમી આપી હતી તેવી શંકા રાખીને ચારેય આરોપીઓએ ફરિયાદી યુવાન સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને ગાળો આપીને પ્રકાશભાઈએ લાકડાના ધોકા વડે તથા વસંતબેને ફરિયાદીના કૌટુંબિક મામીને વાળ પકડીને નીચે પાડી દઈને મારમાર્યો હતો અને ચારેય આરોપીઓએ ફરિયાદીને માથાના ભાગે માર મારતા ગંભીર ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News