મોરબીમાં રમતાં રમતાં ગટરમાં પડી ગયેલ દોઢ વર્ષમાં બાળકનું મોત: પરિવારજનો શોકમગ્ન
માળિયા (મી)ના ખાખરેચી ગામે પુર્ણકિયા શ્રીજી મા.સાહેબની પધરામણી થશે
SHARE







માળિયા (મી)ના ખાખરેચી ગામે પુર્ણકિયા શ્રીજી મા.સાહેબની પધરામણી થશે
માળિયા (મી)ના ખાખરેચી ગામે આગામી તારીખ 15 મેના રોજ પુર્ણકિયા શ્રીજી મા. સાહેબ પધરામણી કરવાના છે જેને લઈને ખાખરેચી ગામમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે અને તેઓનું ભવ્ય સ્વાગત ગામમાં કરવામાં આવશે તેના માટેની તૈયારી કરવામાં આવી રહી છે.
માળિયા (મી)ના ખાખરેચી ગામના રાજપુત સમાજના દીકરીબા છાયાબા બાબુભા રાઠોડે 6 વર્ષ પહેલા ચેન્નઈમાં પ.પુ. આચાર્ય તીર્થભદ્દ સુરીશ્વર મહારાજ સાહેબ પાસેથી દિક્ષા અંગીકાર કર્યો હતો અને તેઓ પુર્ણકિયા શ્રીજી મા. સાહેબ બન્યા હતા. ત્યારે દિક્ષા અંગીકાર કર્યા બાદ 6 વર્ષ પછી તેઓ પોતાના સાંસારિક વતન ખાખરેચી ગામે આવી રહ્યા છે જેથી ખાખરેચી સંઘ, ગામ તેમજ રાઠોડ પરિવારના લોકો દ્વારા તેમનું ભવ્ય સામૈયું અને સ્વાગત આગામી તા 15/5 ને સવારે 8-30 કલાકે કરવામાં આવશે. અને ખાખરેચી ગામે આવેલ પાંજરાપોળ બાજુથી સામૈયું શરૂ કરવામાં આવશે. જેમાં ખાખરેચી ગામના ભાઈઓ અને બહેનો સહિતના લોકોને આવવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.
