મોરબીમાં ભારતીય વિચાર મંચ ના સૌરાષ્ટ્ર કચ્છના કાર્યકર્તાઓનો અભ્યાસ વર્ગ યોજાયો મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર જેલ હવાલે માળીયા મીયાણાના લાંચ કેસમાં વચેટીયા બાદ હવે એસીબીની ટીમે કોન્સ્ટેબલની કરી ધરપકડ વાંકાનેરમાં અગાઉની બોલાચાલીનો ખાર રાખીને યુવાનને તેના પાડોશી સહિત ત્રણ શખ્સોએ મારમાર્યો હળવદમાં રહેતા યુવાનના છોટા હાથી વાહન ઉપર બોલેરો ગાડીમાં આવેલા બે શખ્સોએ કર્યો પથ્થર મારો મોરબીમાં કોલસા ચોરીના ગુનામાં પકડાયેલ બે આરોપી જામીન મુકત મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીએ એમ.બી.એ. માં અભ્યાસ માટે વિદ્યાર્થીને કરી ફી ની સહાય મોરબી રાજકોટ રોડે બાઇક સાથે ઘોડો અથડાતાં યુવાન સહિત બે વ્યક્તિને ઇજા: ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં આર્મી, નેવી કે એરફોર્સના અધિકારી બનવા માટે શું કરવું તેનું માર્ગદર્શન આપ્યુ


SHARE

















મોરબીમાં આર્મી, નેવી કે એરફોર્સના અધિકારી બનવા માટે શું કરવું તેનું માર્ગદર્શન આપ્યુ

મોરબી તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓના પ્રતિભાશાળી બાળકો માટે આંબાવાડી તાલુકા શાળા ખાતે ચાલી રહેલ વર્કશોપ હતો.જેમના માર્ગદર્શનમાં આ વર્કશોપ ચાલી રહ્યો છે તેવા જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ દ્વારા આજે વર્કશોપની મુલાકાત કરવામાં આવી હતી.તેમનું કુમકુમ તિલક સાથે આંબાવાડી તાલુકા શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ.

ડીડીઓએ નેશનલ ડિફેન્સ એકેડેમી, રાષ્ટ્રીય ઇન્ડિયન મિલેટ્રી એકેડેમી જેવી સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે એક વિદ્યાર્થી તરીકે કેવા પ્રયત્નો કરવા જોઈએ.તેની પ્રેરણાદાયી વાત કરી હતી.હાલમાં ચાલી રહેલ ભારત-પાકિસ્તાન યુદ્ધને લઈને આપણી આરમ્ડ ફોર્સના જવાનોની તૈયારી કેવી હોય છે. એક આર્મી નેવી કે એરફોર્સના અધિકારી બનવા માટે જે પ્રકારનું કમિટમેન્ટ ડિસિપ્લિન અને હાર્ડવર્ક જોઈએ તેનું ડિડિઓએ સરસ માર્ગદર્શન આપ્યું હતું

આ ઉપરાંત નેશનલ ડિફેન્સ એકેડેમી જેવી સંસ્થાઓમાં કયા પ્રકારની ટ્રેનીંગ મળે છેકઈ રીતે વ્યક્તિત્વ ઘડતર થાય છે, આવી સંસ્થાઓમાં જોડાયા બાદ કઈ રીતે દેશની આરમ્ડ ફોર્સમાં જોડાઈને દેશની સેવા થઈ શકે છે તે તમામ બાબત દર્શાવતા વિડીયો અને પીપીટી સહિત ખૂબ જ સરસ પ્રેઝન્ટેશન આપ્યું. આ તકે વર્કશોપમાં જોડાયેલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી બીઆરસી કોઓર્ડીનેટર, તમામ સી.આર.સી કો-ઓર્ડીનેટર, શાળાના આચાર્ય તેમજ શાળાના વ્યવસ્થાપક સ્ટાફના આ પ્રકારની પરીક્ષાઓ પ્રત્યે વિધાર્થીઓને તૈયાર કરવાના પ્રયત્નોને બિરદાવતા કહ્યું કે આ પ્રકારના પ્રયત્નો ખૂબ જ પ્રશંસનીય છે અને યુનિક છે જે અન્યત્ર ભાગ્યે જ જોવા મળશે.

તેમજ આ વર્કશોપને વધુ અસરદાર અને પરિણામ લક્ષી બનાવવા માટે તેઓ દ્વારા પ્રેરક સૂચનો કરવામાં આવ્યા તેમજ શાળાના આચાર્ય મુકેશભાઈ મારવણીયા સાથે શાળાના ભૌતિક વિકાસ સંબંધીત બાબતો માટે ચર્ચા કરી અને સંપૂર્ણ મદદ અને સહકાર પ્રાપ્ત થયો.વિદ્યાર્થીઓનો પુસ્તક વાંચન માટેનું એક સોફ્ટવેર જેમાં પુસ્તક વાંચવા લઈ જતા બાળકો માટેનો તમામ રેકર્ડ સરળતાથી રાખી શકાય તેવા લાયબ્રેરી સોફ્ટવેરનું ડિડિઓ દ્વારા  ડિજિટલ ઉદઘાટન કરવામા આવ્યું હતુ.આ તકે ટીમ એજ્યુકેશન મોરબી દ્વારા તેમની આ પ્રેરણાત્મક મુલાકાત માટે આભારની ભાવના પ્રકટ કરવામાં આવી હતી






Latest News