મોરબીમાં ઇનામી ડ્રોમાં સ્પ્લેન્ડર લાગ્યાનુ કહીને યુવાન સાથે 17,944 ની છેતરપિંડી
મોરબીમાં જોન્સનગર પાસે કોઈ કારણોસર બે પરિવાર વચ્ચે છરી-તલવાર જેવા હથિયાર સાથે મારા મારી: ઇનોવા-ઇકો ગાડીમાં કરી તોડફોડ
SHARE









મોરબીમાં જોન્સનગર પાસે કોઈ કારણોસર બે પરિવાર વચ્ચે છરી-તલવાર જેવા હથિયાર સાથે મારા મારી: ઇનોવા-ઇકો ગાડીમાં કરી તોડફોડ
મોરબીમાં જોન્સનગર નજીક મચ્છી પીઠ પાસે જુદા જુદા બે પરિવાર વચ્ચે કોઈ કારણોસર રાત્રીનો સમયે બોલાચાલી અને માથાકૂટનો બનાવ બન્યો હતો જે બનાવમાં બંને પક્ષોથી હથિયાર વડે મારામારી કરવામાં આવી હતી અને વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી જે બનાવમાં ઈજા પામેલા વ્યક્તિઓને મોરબી તથા રાજકોટ સુધી સારવારમાં લઈ જવામાં આવેલ છે અને આ બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાને પહોંચી હતી અને વાતાવરણ તંગ બન્યું હતું જેથી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ હતો અને માથાકૂટ કયા કારણોસર કરવામાં આવી હતી તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે અને ફરિયાદ લેવા માટેની તજવીજ ચાલી રહી છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે ગઈકાલે રાત્રિના સમયે મોરબીમાં બસ સ્ટેશન પાસે આવેલ મચ્છુ પીઠ અને જોન્સનગર નજીક મારા મારિનો બનાવ બન્યો હતો જે બનાવમાં બે પરિવારના લોકો દ્વારા સામ સામે છરી, તલવાર જવા હથિયાર સાથે મારામારી કરવામાં આવી હતી જે ઘટનામાં ઇજા પામેલા ઇજાગ્રસ્તોને સારવાર માટે પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે કાસમભાઈ નામના વ્યક્તિને રાજકોટ સુધી લઈ જવામાં આવેલ છે અને આ બનાવની જાણ થતા જે તે સમયે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતનો કાફલો ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને બંને પક્ષેથી ઈજા પામેલા લોકોને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે પ્રથમ સારવાર માટે લઈને આવ્યા હોય સિવિલ હોસ્પિટલ ખાતે પણ વાતાવરણ તંગ બન્યું હતું જેથી ત્યાં પણ પોલીસનો બંદોબસ્ત રાખવામા આવેલ હતી અને જે જગ્યા ઉપર મારામારીનો બનાવ બન્યો હતો ત્યાં ઇનોવા, ઇકો વિગેરે જેવી ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી જોકે આ મારામારીની ઘટના કયા કારણોસર બની હતી તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે અને ઇજાગ્રસ્ત વ્યક્તિઓ પૈકીની ફરિયાદ લેવા માટેની કવાયત ચાલી રહી છે

