મોરબી મહાપાલિકાની ટીમે રાજાશાહી સમયના વિસામો, ચાર મકાન, એક ઓરડી અને બાથરૂમોનું કર્યું ડિમોલેશન
મોરબીમાં વડાપ્રધાનનું હાસ્યસ્પદ ચિત્ર ફેસબુક આઈડી ઉપર મૂકનાર સામે કાર્યવાહી
SHARE









મોરબીમાં વડાપ્રધાનનું હાસ્યસ્પદ ચિત્ર ફેસબુક આઈડી ઉપર મૂકનાર સામે કાર્યવાહી
વર્તમાન સમયમાં ભારત પાકિસ્તાન વચ્ચે જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તેને લઈને સોશિયલ મીડિયા ઉપર પોલીસ વિભાગની સતત નજર રહેતી હતી તેવામાં મોરબીમાં એક શખ્સ દ્વારા તેના ફેસબુક આઇડી ઉપર વડાપ્રધાનનું હાસ્યસ્પદ ચિત્ર મૂકીને દેશના સૈનિકનું મનોબળ તોડવા અને નાગરિકોમાં ભયનો માહોલ ઊભો થાય તેવી પોસ્ટ મૂકવામાં આવી હતી જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોશિયલ મીડિયા એકાઉન્ટના ધારક સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.એચ. ભટ્ટ દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુમાભાઇ સુમરા નામની ફેસબુક આઇડી ઉપર જાણી જોઈને ઇરાદાપૂર્વક સોશિયલ મીડિયામાં ભારત પાકિસ્તાનના તણાવના સંજોગો વચ્ચે દેશના વડાપ્રધાનનું હાસ્યસ્પદ ચિત્ર મૂકવામાં આવ્યું હતું અને દેશના સૈનિકોનું મનોબળ તોડવા માટેનો તથા લોકોમાં ભયનો માહોલ ઊભો થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેથી રાજ્ય વિરોધી ગુનો કરવામાં આવેલ હોય હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે ફેસબુક આઇડીના ધારક તથા તપાસમાં જેના નામ ખુલે તેને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

