હળવદના ચરાડવા ગામે મહાકાળી આશ્રમ સહિત ત્રણ મંદિરમાં ચોરી કરનાર ચાર શખ્સોની 2.91 લાખના મુદામાલ સાથે ધરપકડ મોરબી જીલ્લામાં પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના-મુખ્યમંત્રી અલ્પાહાર યોજનાના કર્મચારીઓએ આવેદનપત્ર પાઠવ્યું મોરબી જિલ્લા આહીર સેના હીરાભાઈ જોટવાના સમર્થનમાં આપશે આવેદનપત્ર મોરબીમાંથી ચોરી કરેલા બે બાઇક સાથે આરોપીને એલસીબીની ટીમે દબોચ્યો મોરબી : દાતાશ્રી દ્વારા વવાણીયા કન્યા શાળા તથા તાલુકા શાળામાં બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરાઇ મોરબી જિલ્લામાં આર્મી-એરફોર્સ સહિત ફોર્સમાં જોડાવવા ઇચ્છુક યુવાનો માટે ૩૦ દિવસની નિવાસી તાલીમનું આયોજન મોરબી મનપાની ટિમ દ્વારા નંદકુંવરબા આશ્રયગૃહ માટે નાઈટ ડ્રાઈવ યોજાઇ મોરબીમાં આગામી ૪ જુલાઈના રોજ ઔદ્યોગિક ભરતી મેળો યાજાશે
Breaking news
Morbi Today

માળિયા (મી)ના મોટા દહીંસરા ગામે મોમાઈ માતાજીનાં મંદિરે ત્રિ-દિવાસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું યોજાશે


SHARE















માળિયા (મી)ના મોટા દહીંસરા ગામે મોમાઈ માતાજીનાં મંદિરે ત્રિ-દિવાસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું યોજાશે

માળિયા (મી) તાલુકાનાં મોટા દહીંસરા ગામે આવેલ મોમાઈ માતાજીનાં મંદિરે સમસ્ત જાડેજા પરિવાર દ્વારા ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. 15 થી 17 સુધી ત્રણ દિવસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

મોટા દહીંસરા ગામે મોમાઈ માતાજીનાં મંદિરે જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં તા.15 ના રોજ સવારે 9 થી 12 સુધીમાં હેશુદ્ધિ, ગણપતિ સ્થાપના, માતાજીની શોભાયાત્રા યોજાશે ત્યાર બાદ બપોરે 3 થી 5 સુધીમાં પ્રતિષ્ઠા યજ્ઞ, મંદિરનો વાસ્તુ યજ્ઞ યોજાશે ત્યાર બાદ બીજા દિવસે તા 16 ના રોજ સવારે 9 થી 12 સુધીમાં જળયાત્રા, મંડપ પ્રવેશ, કુળદેવી તથા મૂર્તિના ન્યાસ-ધ્યાન, કુટિર હોમ અને બપોરે 3 થી 5 સુધીમાં પ્રતિષ્ઠા યજ્ઞ, તીર્થ જલ અમૃતાભિષેક અને તા. 17 ના રોજ સવારે 9 થી 12 સુધીમાં કુળદેવી રાોપચાપૂજન, નવચંડી યજ્ઞ, ગ્રહ યજ્ઞ તથા સ્થાપિત દેવ યજ્ઞ, પ્રાણપ્રતિષ્ઠા અભિજીત હૂર્ત, મંદિરનું ઈડુ ચડાવવાની વિધિ, ધ્વજા રોહણ અને સાંજે 4 વાગ્યે પ્રાણપ્રતિષ્ઠાનો ધાર્મિક કાર્યક્રમ પૂર્ણ થશે અને ત્યાર બાદ મહાઆરતી અને સાંજે 6:00 વાગ્યે સ્વ. ઉદયસિંહ મનુભા જાડેજા સમાજ વાડી વિવેકાનંદનગર મોટા દહીસરા ખાતે મહાપ્રસાદ યોજાશે. જેનો લાભ લેવા માટે સમસ્ત જાડેજા પરિવાર વતી જયદીપ કંપની વાળા જયુભા ઉદયસિંહ જાડેજા અને દિલુભા ઉદયસિંહ જાડેજા તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે.




Latest News