મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામ નજીક ગેરકાયદે બની રહેલ એપાર્ટમેન્ટ સહિત આખી પ્રોપર્ટી સીલ કરતી મહાપાલિકા


SHARE









મોરબીના શનાળા ગામ નજીક ગેરકાયદે બની રહેલ એપાર્ટમેન્ટ સહિત આખી પ્રોપર્ટી સીલ કરતી મહાપાલિકા

મોરબીના શનાળા ગામ નજીક સનાતન ગ્રામ નામથી એપાર્ટમેન્ટ બનાવવામાં આવે છે અને શનાળા ગ્રામ પંચાયતને સતા ન હોવા છતાં તેની પાસેથી મંજૂરી લઈને 8 બ્લોકમાં 64 ફ્લેટનું બાંધકામ કરવામાં આવી રહ્યું હતું જેથી મહાપાલિકાની ટીપી શાખાએ ત્યાં બની રહેલા એપાર્ટમેન્ટ  સહિતની આખી પ્રોપર્ટીને સિલ કરી દીધેલ છે. અને સ્થળ ઉપર નોટિસ પણ લગાવી દેવામાં આવેલ છે.

મોરબી મહાનગરપાલિકા હદમાં શનાળા ગામનો સમાવેશ થાય છે અને તેના સર્વે નં. 184 પૈકી 2/ પૈકી 1 માં મહેશભાઈ ભોરણીયા તથા અન્યો મૂળ જમીન માલીક દ્વારા એપાર્ટમેન્ટનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે અને રજા ચિઠ્ઠી લીધા વગર બાંધકામ કરવામાં આવી રહ્યું હતું જે તે મિલ્કતને સિલ કરવામાં આવેલ છે વધુમાં મોરબી મહાપાલિકાના ટીપી શાખાના અધિકારી પાસેથી મળેલ માહિતી મુજબ શનાળા ગામ નજીક માળનું એપાર્ટમેન્ટ બનાવવામાં આવી રહ્યું છે અને આ બહુમાળી માટે ગ્રામ પંચાયત તરફથી મંજૂરી આપવામાં આવેલ છે જો કે, ગ્રામ પંચાયતને ગ્રાઉન્ડ  ફ્લોર ઉપર ચાર માળ સુધીની જ બિલ્ડીંગને મંજૂરી આપવાની સતા છે. અને આ ગેરકાયદે બાંધકામને રોકાવા માટે અગાઉ નોટિસ આપવામાં આવી હતી જો કે, નોટીસનો અનાદર કરીને બાંધકામ ચાલુ રાખવામા આવ્યું હતું જેથી હાલમાં મહાપાલિકાની ટીમે એપાર્ટમેન્ટ સહિત આખી પ્રોપર્ટીને સીલ કરેલ છે.




Latest News