મોરબીની માધાપરવાડી શાળામાં વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ ઓપન કરવા કેમ્પ યોજ્યો મોરબીના બેલા ગામ પાસેથી બાઈકની ચોરી કરનાર બેલડી જૂના ઘૂટું રોડેથી પકડાઈ ટંકારાની પ્રભુનગર સોસાયટીમાં નગરપાલિકા દ્વારા સીસીરોડનું કામ શરૂ કરાયું મોરબી નજીક અગાઉ પકડાયેલ પેટકોક ચોરીના ગુનામાં એલસીબીની ટીમે વધુ બે આરોપીની કરી ધરપકડ: મુખ્ય સૂત્રધારો હજુ પોલીસ પકડથી દૂર મોરબીની એલ.ઈ.કોલેજમાં ગર્લ્સ હોસ્ટેલની સુવિધા આપવા માટે કરાઇ માંગ મોરબીના કાલિકા પ્લોટમાં ઉભરાતી ગટરની સમસ્યા ઉકેલવા માટે રવાપર રોડે ચક્કાજામ મોરબીના હિરાસરીના રસ્તે ડિમોલેશન કરવા અને માર્કેટીંગ યાર્ડના શાક માર્કેટમાંથી આવતી વાસ દુર કરવા કલેકટર સમક્ષ લોકોની માંગ મોરબીના ગ્રીનચોક ઉપર રીડિંગ લાઇબ્રેરીને કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા ખુલ્લી મુકાઇ
Breaking news
Morbi Today

મોરબીના જોન્સનગરમાં પ્રેમ સંબંધ બાબતનો ખાર રાખીને બે પરિવાર વચ્ચે છરી-તલવાર વડે મારા મારી: હવે સામસામે ફરિયાદ


SHARE

















મોરબીના જોન્સનગરમાં પ્રેમ સંબંધ બાબતનો ખારાખીને બે પરિવાર વચ્ચે છરી-તલવાર વડે મારા મારી: હવે સામસામે ફરિયાદ

મોરબીના જોન્સનગર વિસ્તારમાં પ્રેમ સંબંધ બાબતનો ખારાખીને મંગળવારની રાત્રે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં સામસામે બે પરિવારના લોકો દ્વારા છરી, તલવાર જેવા હથિયારો સાથે મારામારી કરવામાં આવી હતી જેથી બંને પક્ષેથી ઈજા પામેલા લોકોને સારવાર માટે મોરબી અને રાજકોટ સુધી લઈ જવામાં આવ્યા હતા અને ઘટના સ્થળે વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી આ બનાવ સંદર્ભે હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશને બંને પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીના લાતી પ્લોટ શેરી નં-10 માં આવેલ જોન્સનગરમાં રહેતા મુસ્તાક કાસમભાઇ સંધવાણી (28)હાલમાં મહંમદ કાસમભાઇ થૈયમ, મહેબુબ કાસમભાઇ થૈયમ, કાસમભાઇ ખમીશાભાઇ થૈયમ અને જલાબેન કાસમભાઇ થૈયમ રહે. બધા લાતી પ્લોટ જોન્સનગર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, આશરે પાંચેક મહિના પહેલા આરોપી મહંમદ કાસમભાઇ થૈયમફરિયાદીની બહેનની છેડતી કરેલ હતી ત્યારે આરોપીઓ સાથે માથાકૂટ થઈ હતી અને બાદમાં ઘરમેળે સમાધાન થયેલ હતું જેનો ખાર રાખીને આરોપીઓએ ફરિયાદીના ઘર પાસે આવીને મહંમદ કાસમભાઇ થૈયમફરિયાદીના પિતા કામભાઈ સંતવાણીને મારી નાખવાના ઇરાદે માથામાં તલવારનો ઘા મારીને ઇજા કરી હતી તેમજ ડાબા હાથ ઉપર તલવારનો ઘા મારીને ઈજા કરેલ છે જ્યારે મહેબુબ કાસમભાઇ થૈયમફરિયાદીના ભાઈ અસલમને છરીના ઘા મારી ડાબા હાથના અંગૂઠામાં અને ડાબા પગમાં ગંભીર ઈજા કરી હતી તો કાસમભાઇ ખમીશાભાઇ થૈયમ અને જલાબેન થૈયમછૂટા પથ્થરના ઘા કરીને ફરિયાદીને ડાબી આંખ પાસે તથા તેના માતા ફાતમાબેનને ઇજાઓ કરી હતી અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ ચારેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીશરૂ કરેલ છે.

જ્યારે મારામારીના આ બનાવમાં સામાપક્ષેથી જોન્સનગર શેરી નં-7 માં રહેતા મહમદ કાસમભાઇ થૈયમ (18) એ મુસ્તાક ઉર્ફે ડાડો કાસમભાઈ સંવાણી, અસલમ કાસમભાઈ સંવાણી અને કાસમભાઈ સંવાણી રહે. બધા જોસનગર વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેણે જણાવ્યું છે કે, ચારેક વર્ષ પહેલાં ફરિયાદીને આરોપી કાસમભાઈની દીકરી સાથે પ્રેમ સંબંધ હતો જે બાબતનો ખા રાખીને આરોપીઓએ મંગળવારે રાત્રિના 10:30 વાગ્યાના અરસામાં ફરિયાદી અને તેના પરિવાર પર હુમલો કર્યો હતો ત્યારે મુસ્તાક સંતવાણીએ ફરિયાદી સાથે ઝઘડો કર્યો હતો અને અસલમત્યાં આવી ગયો હતો અને બાદમાં ફરિયાદીના ભાઈ મહેબૂબને આરોપી મુસ્તાક તથા અસલમે મારી નાખવાના ઇરાદે માર મારતા ફરિયાદીના ભાઈને માથામાં ગંભીર ઈજા થયેલ હતી અને જમણા હાથે તેમજ ખભાના ભાગે ઈજા થઈ હતી જો કે, કામભાઈ સંવાણી એ છુટી કાચની બોટલો તથા પથ્થરના ઘા કરીને ફરિયાદીના ભાઈને ડાબા ખભામાં જા કરી હતી જેથી ઇજા પામેલા લોકોને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાર બાદ ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News