અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પુર્વ સીએમ સહીત તમામ મૃતકોને સાંસદ, પુર્વ મંત્રી તેમજ યંગ ઇન્ડિયા ગૃપ દ્રારા શ્રધ્ધાંજલી મોરબી મનપાએ બાકી વેરા માટે 11 મિકલત સીલ કરતાં 7 આસામી તાત્કાલિક વેરો ભરી ગયા મોરબીના મહેન્દ્રનગર પાસેથી અર્ટીકા કારમાંથી દારૂ-બીયરની ૫૮ બોટલો સાથે બુટલેગર પકડાયો મોરબી આરટીઓ દ્વારા ડીટેઈન કરાયેલા વાહનોની હરાજી માટે તૈયારી મોરબીના ઘુંટુ રોડ ઉપર દારૂની ૯૯ બોટલ ભરેલી કાર સાથે બે ને પકડી પાડતી તાલુકા પોલીસ વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં ૧૭ થી ૧૯ જૂન સુધી પ્રવેશબંધી ગુજરાતમાં પ્રથમ ચુકાદો: મોરબીમાં થયેલ ત્રિપલ મર્ડરના કેસમાં તમામ 11 આરોપીઓને આજીવન કેદ મોરબીમાં થેલેસેમિયાના દર્દીઓ માટે મદદરૂપ થવા યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૧૩૪ બોટલ રક્ત એકત્રિત થયું
Breaking news
Morbi Today

વાંકાનેરના રંગપર પાસે કારખાનામાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતાં યુવાનનું મોત


SHARE

















વાંકાનેરના રંગપર પાસે કારખાનામાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતાં યુવાનનું મોત

વાંકાનેરના રંગપર ગામે આવેલ એક્ઝીમિસ ગ્રીન ફિલ્ડ કારખાનામાં યુવાન કામ કરી રહ્યો હતો ત્યારે કામ કરતા સમયે કોઈપણ કારણોસર તેને ઇલેક્ટ્રિક શોર્ટ લાગ્યો હતો જેથી તે યુવાન બેભાન થઈ ગયો હતો અને તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ ચોટીલા તાલુકાના સાપર ગામના રહેવાસી નવઘણભાઈ દિનેશભાઈ જમોડ (20) નામનો યુવાન વાંકાનેર તાલુકાના રંગપર ગામ પાસે આવેલ એક્ઝીમિસ ગ્રીન ફિલ્ડ કારખાનામાં ગઈકાલે સવારે કામગીરી કરી રહ્યો હતો ત્યારે કોઈપણ કારણોસર તેને ઇલેક્ટ્રિક શોર્ટ લાગ્યો હતો જેથી તે બેભાન થઈ ગયો હતો માટે તે યુવાનને તાત્કાલિક સારવાર માટે રાજકોટની ગિરિરાજ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં યુવાને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા અનિલભાઈ પ્રવીણભાઈ ગણેશીયા (30) નામના યુવાનને લાતી પ્લોટમાં મારામારીના બનાવમાં ઈજા થતાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મહિલા સારવારમાં

મોરબીના પંચાસર રોડ ઉપર રહેતા કારીબેન પ્રભુભાઈ ભીલ (66) નામના વૃદ્ધા તેના દીકરાના બાઈકમાં પાછળના ભાગે બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તે બાઈકમાંથી પડી જતા મહિલાને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News