મોરબીની માધાપરવાડી શાળામાં વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ ઓપન કરવા કેમ્પ યોજ્યો મોરબીના બેલા ગામ પાસેથી બાઈકની ચોરી કરનાર બેલડી જૂના ઘૂટું રોડેથી પકડાઈ ટંકારાની પ્રભુનગર સોસાયટીમાં નગરપાલિકા દ્વારા સીસીરોડનું કામ શરૂ કરાયું મોરબી નજીક અગાઉ પકડાયેલ પેટકોક ચોરીના ગુનામાં એલસીબીની ટીમે વધુ બે આરોપીની કરી ધરપકડ: મુખ્ય સૂત્રધારો હજુ પોલીસ પકડથી દૂર મોરબીની એલ.ઈ.કોલેજમાં ગર્લ્સ હોસ્ટેલની સુવિધા આપવા માટે કરાઇ માંગ મોરબીના કાલિકા પ્લોટમાં ઉભરાતી ગટરની સમસ્યા ઉકેલવા માટે રવાપર રોડે ચક્કાજામ મોરબીના હિરાસરીના રસ્તે ડિમોલેશન કરવા અને માર્કેટીંગ યાર્ડના શાક માર્કેટમાંથી આવતી વાસ દુર કરવા કલેકટર સમક્ષ લોકોની માંગ મોરબીના ગ્રીનચોક ઉપર રીડિંગ લાઇબ્રેરીને કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા ખુલ્લી મુકાઇ
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાં દારૂની 3 રેડ: 76 બોટલ દારૂ કબ્જે, બે આરોપી પકડાયા, એકની શોધખોળ


SHARE

















મોરબી શહેર-તાલુકામાં દારૂની 3 રેડ: 76 બોટલ દારૂ કબ્જે, બે આરોપી પકડાયા, એકની શોધખોળ

મોરબીના રણછોડનગર પાસે આવેલ જલારામ એપાર્ટમેન્ટના મકાનમાં, શિવપાર્ક સોસાયટીના મકાનમાં અને પાવળીયારી કેનાલ પાસે જાહેરમાં દારૂની જુદીજુદી ત્રણ રેડ કરી હતી ત્યારે કુલ મળીને 76 બોટલ દારૂ પોલીસે કબ્જે કરેલ છે અને હાલમાં બે આરોપીને પકડવામાં આવ્યા છે જો કે, એક આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રણછોડનગર પાસે આવેલ જલારામ એપાર્ટમેન્ટમાં રહેતા સાગરભાઇ પલાણના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 48 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 64,800 ની કિંમતનો દારૂનો જથ્થો સ્થળ ઉપરથી કબજે કર્યો હતો જો કે, રેડ કરી હતી ત્યારે આરોપી હાજર ન હોવાથી હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશને આરોપી સાગરભાઇ કાંતિલાલ પલારહે. જલારામ એપાર્ટમેન્ટ સેન્ટ મેરી સ્કૂલની પાછળ રણછોડનગર પાસે મોરબી વાળાની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

મોરબીના પીપળી ગામની સીમમાં આવેલ શિવપાર્ક સોસાયટીમાં રહેતા દર્શન વરાળીયાના ઘરમાં દારૂનો જથ્થો હોવાની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેને આધારે પોલીસે ત્યાં દારૂની રેડ  કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ મળીને 13 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 10,198 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી દર્શન ઉર્ફે લાલો કનુભાઈ વરાળીયા (31) રહે. શિવપાર્ક-2 પીપળી રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં પાવળીયારી કેનાલ પાસે પવન મિનરલ્સ કારખાના સામેથી પસાર થયેલ શખ્સને પોલીસ દ્વારા રોકીને ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની અલગ અલગ બ્રાન્ડની 15 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 7,878 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી ભાવેશભાઈ વિષ્ણુભાઈ વિરમગામ (23) રહે. રંગપર ગામે તળાવ કાંઠે મોરબી મૂળ રહે. હિંમતપુર તાલુકો પાટડી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

દેશી દારૂ સાથે એક પડકાયો, માલ આપનારની શોધખોળ

મોરબીના શાપર ગામની સીમમાં પાવળીયારી કેનાલ પાસે જાહેરમાં દારૂની રેડ કરી હતી ત્યાં સ્થળ ઉપરથી 80 લીટર દારૂના જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 16,000 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી ફરીદ યાસીનભાઇ મેર (19) રહે. વીસીપરા વિજયનગર પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક દરમિયાન આ દારૂનો જથ્થો તેને મહેબૂબભાઈ બચુભાઈ ભટ્ટી રહે. બાયપાસ રોડ દલવાડી ચોકડી સરકારી આવાસ યોજના મોરબી વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવતા પોલીસે બંને સામે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News