અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પુર્વ સીએમ સહીત તમામ મૃતકોને સાંસદ, પુર્વ મંત્રી તેમજ યંગ ઇન્ડિયા ગૃપ દ્રારા શ્રધ્ધાંજલી મોરબી મનપાએ બાકી વેરા માટે 11 મિકલત સીલ કરતાં 7 આસામી તાત્કાલિક વેરો ભરી ગયા મોરબીના મહેન્દ્રનગર પાસેથી અર્ટીકા કારમાંથી દારૂ-બીયરની ૫૮ બોટલો સાથે બુટલેગર પકડાયો મોરબી આરટીઓ દ્વારા ડીટેઈન કરાયેલા વાહનોની હરાજી માટે તૈયારી મોરબીના ઘુંટુ રોડ ઉપર દારૂની ૯૯ બોટલ ભરેલી કાર સાથે બે ને પકડી પાડતી તાલુકા પોલીસ વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં ૧૭ થી ૧૯ જૂન સુધી પ્રવેશબંધી ગુજરાતમાં પ્રથમ ચુકાદો: મોરબીમાં થયેલ ત્રિપલ મર્ડરના કેસમાં તમામ 11 આરોપીઓને આજીવન કેદ મોરબીમાં થેલેસેમિયાના દર્દીઓ માટે મદદરૂપ થવા યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૧૩૪ બોટલ રક્ત એકત્રિત થયું
Breaking news
Morbi Today

હળવદની વડનગર સોસાયટીના મકાનમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા: ઘરધણીની શોધખોળ


SHARE

















હળવદની વડનગર સોસાયટીના મકાનમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા: ઘરધણીની શોધખોળ

હળવદમાં આવેલ વડનગર સોસાયટીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 6 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા તેની પાસેથી પોલીસે 78,600 ની રોકડ કબજે કરી હતી જો કે, ઘરધણી હાજર મળી આવેલ ન હોય પોલીસે કુલ 7 શખ્સોની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદમાં આવેલ વડનગર સોસાયટીમાં રહેતા હકાભાઇ રબારીના રહેણાંક મકાનમાં જુગાર રમતા હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પ્રવીણભાઈ ઉર્ફે પીટર લીંબાભાઇ કરોતરા (42) રહે. જુના પોલીસ સ્ટેશન સામે હળવદ, સુરેશભાઈ સીધાભાઈ ભદ્રેસીયા (36) રહે. પંચમુખી ઢોરો હળવદ, જયંતીભાઈ મનજીભાઈ ચાવડા (28) રહે. કૃષ્ણનગર સોસાયટી હળવદ, ચેતનભાઇ પ્રેમજીભાઈ કરોતરા (26) રહે, જૂના પોલીસ સ્ટેશન સામે હળવદ, ભરતભાઈ રાઘવજીભાઈ કારોલીયા (49) રહે. આનંદ પાર્ક હળવદ અને અશ્વિનભાઈ રમેશભાઈ નિમ્બાર્ક (71) રહે. ગ્રીનપાર્ક સોસાયટી હળવદ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી 78,600 ની રોકડ કબજે કરી હતી જોકે, જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરધણી હકાભાઇ કરમણભાઇ રબારી રહે. વડનગર સોસાયટી હળવદ વાળા હાજર ન હોય તેના સહિત કુલ 7 શખ્સો સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને ઘરધણીને પકડવા માટે થઈને તજવીજ હાથ ધરવામાં આવી છે.

વરલી જુગાર

મોરબીના જાંબુડીયા નજીક આવેલ ઓવરબ્રિજ નીચેના ભાગમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી કિરીટભાઈ મનસુખભાઈ સોલગામા (56) રહે. જાંબુડીયા વાળો વરલીના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી 480 ની રોકડ કબજે કરીને તેની ધરપકડ કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News