મોરબી જીલ્લામાં પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના-મુખ્યમંત્રી અલ્પાહાર યોજનાના કર્મચારીઓએ આવેદનપત્ર પાઠવ્યું મોરબી જિલ્લા આહીર સેના હીરાભાઈ જોટવાના સમર્થનમાં આપશે આવેદનપત્ર મોરબીમાંથી ચોરી કરેલા બે બાઇક સાથે આરોપીને એલસીબીની ટીમે દબોચ્યો મોરબી : દાતાશ્રી દ્વારા વવાણીયા કન્યા શાળા તથા તાલુકા શાળામાં બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરાઇ મોરબી જિલ્લામાં આર્મી-એરફોર્સ સહિત ફોર્સમાં જોડાવવા ઇચ્છુક યુવાનો માટે ૩૦ દિવસની નિવાસી તાલીમનું આયોજન મોરબી મનપાની ટિમ દ્વારા નંદકુંવરબા આશ્રયગૃહ માટે નાઈટ ડ્રાઈવ યોજાઇ મોરબીમાં આગામી ૪ જુલાઈના રોજ ઔદ્યોગિક ભરતી મેળો યાજાશે મોરબીમાં ઘરેલુ હિંસા સામે સ્ત્રી માટે જાગૃતિ સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

હળવદની સરા ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 21 અબોલજીવ ભરેલ ટેમ્પાને ગૌરક્ષકોએ પકડ્યો: ગુનો નોંધાયો


SHARE















હળવદની સરા ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 21 અબોલજીવ ભરેલ ટેમ્પાને ગૌરક્ષકોએ પકડ્યો: ગુનો નોંધાયો

હળવદની સરા ચોકડી પાસેથી પસાર થઈ રહેલ આઇસર ટેમ્પોને ગૌરક્ષકો દ્વારા પોલીસને સાથે રાખીને રોકવામાં આવ્યો હતો અને ત્યારબાદ વાહનને ચેક કરવામાં આવ્યું હતું ત્યારે તેમાંથી ભેંસના 19 પાડા તથા 2 પાડી આમ કુલ બંને 21 અબોલ જીવને કતલખાને લઈ જવામાં આવતા હતા જેને બચાવ્યા હતા અને ત્યારબાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહન ચાલક સહિત કુલ બે શખ્સની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જિલ્લાના ગૌરક્ષકોને મળેલી હકીકત આધારે હળવદની સરા ચોકડી પાસે વોચ રાખવામાં આવી હતી ત્યારે મળેલ હક્કિત મુજબનો આઇસર ટેમ્પો નંબર જીજે 16 એવી 1599 ત્યાંથી પસાર થઈ રહ્યો હતો જેને ગૌરક્ષકો દ્વારા પોલીસની હાજરીમાં રોકીને ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તે વાહનમાંથી ભેંસના 19 પાડા અને 2 પાડી આમ કુલ મળીને 21 અબોલ જીવને દોરડા વડે ક્રૂરતા પૂર્વક બાંધીને કતલખાને લઈ જવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું જેથી 21 અબોલજીવને ગૌરક્ષકોની ટીમ દ્વારા બચાવવા આવ્યા હતા અને આ બાબતે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોરબીના નવી પીપળી ગામે મારુતિ સોસાયટીમાં રહેતા વૈભવભાઈ જીતેશભાઈ ઝાલરીયા (27)એ સાહાદતઅલી શેરઅલી સૈયદ (44) તથા ઈમુભાઈ જોરાવરખાન બાબી (42) રહે. બંને વટવા ચાર રસ્તા સદભાવનાનગર ચાર માળિયા બ્લોક અમદાવાદ વાળાની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને બંને આરોપીઓની ધરપકડ કરેલ છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News