મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વાધરવા પાસે નવા બનતા કારખાના નજીક ડમ્પરના ટાયર ફરી વળતાં નિંદ્રાધીન યુવાનનું ઘટના સ્થળે જ મોત


SHARE





માળીયા (મી)ના વાધરવા પાસે નવા બનતા કારખાના નજીક ડમ્પરના ટાયર ફરી વળતાં નિંદ્રાધીન યુવાનનું ઘટના સ્થળે જ મોત

માળીયા (મી)ના તાલુકાના વાધરવા ગામની સીમમાં આવેલા કારખાનામાં બે યુવાનો સૂતા હતા ત્યારે ડમ્પર ચાલકે તેનું વાહન પાછળ જોયા વગર રિવર્સમાં લીધું હતું અને નિંદ્રાધીન બંને યુવાનને હડફેટે લીધા હતા ત્યારે એક યુવાનના પેટ ઉપર ડમ્પર ફરી વળ્યું હતું જેથી એક યુવાનનું મોત નીપજયું હતું અને એક યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવેલ હતો અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ પીપલ ખુટા અનુપુરા ફળિયુના રહેવાસી અને હાલમાં માળિયા (મી)ના વાધરવા ગામની સીમમાં સિમ્પોલો ઇન્ટરનેશનલ પ્રા. લિ. નામના નવા બનતા કારખાનાની સાઇડમાં કાચા ઝૂપડામાં રહેતા દીવાબેરનાર ગણાવા (19) નામના યુવાને ડમ્પર નંબર જીજે 36 વી 9142 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે વાધરવા ગામની સીમમાં સિમ્પોલો ઇન્ટરનેશનલ પ્રા. લિ. નામના નવા બનતા કારખાનાની સાઈડમાં ફરિયાદીનો ભાઈ સંજય બેરનાર ગણાવા અને ભત્રીજો દિપક બંને સૂતા હતા ત્યારે આ બંને નિંદ્રાધીન યુવાનો ઉપર આરોપી ડમ્પર ચાલકે બેફિકરાથી પોતાનું વાહન રિવર્સમાં લઈને ડમ્પર ચડાવી દીધું હતું ત્યારે ફરિયાદીના ભાઈ સંજય બેરનાર ગણાવા (22) તથા ભત્રીજા દીપક તોલિયાભાઈ ભુરીયાને ગંભીર ઇજા થયેલ હતી અને ખાસ કરીને ફરિયાદીના ભાઈ સંજયભાઈના પેટ ઉપરથી ડમ્પરના તોતિંગ ટાયર ફરી જવાના કારણે તેનું મોત નીપજયું હતું અને ભત્રીજા દીપકભાઈને જમણા હાથમાં ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News