ટંકારાથી વિદેશ ભણવા જવા માટે પતિએ માંગેલા પાંચ લાખ રૂપિયા ન આપતી પત્નીએ સાસરિયાઓના ત્રાસથી જીવનનો અંત આણ્યો
SHARE









ટંકારાથી વિદેશ ભણવા જવા માટે પતિએ માંગેલા પાંચ લાખ રૂપિયા ન આપતી પત્નીએ સાસરિયાઓના ત્રાસથી કર્યો આપઘાત
ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતી પરણીતા પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના પિતા દ્વારા તેના જમાઈ અને વેવાઈ-વેવાણની સામે દીકરીને મરવા માટે મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ લીંબડી તાલુકાના ઉંટડી ગામના રહેવાસી વિનોદભાઈ નાનજીભાઈ પરમાર (62)એ તેઓના જમાઈ શુભમ હીરાલાલ પનારા, વેવાઈ હીરાલાલ કરસનભાઈ પનારા અને વેવાણ રીનલબેન હીરાલાલ પનારા રહે. તમામ લક્ષ્મીનારાયણ સોસાયટી ટંકારા વાળા સામે દીકરીને મળવા માટે મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ફરિયાદીની દીકરી કિંજલને લગ્ન બાદ તેના જમાઈ શુભમ પનારાને વિદેશમાં ભણવા જવા માટે રૂપિયા પાંચ લાખની જરૂર હતી અને તે રૂપિયા ફરિયાદીની દીકરી પાસે માંગતા હતા જો કે, ફરિયાદીની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેઓને રૂપિયા ન આપતા ફરિયાદીના જમાઈ શુભમ તથા તેના માતા-પિતાને તે સારું લાગ્યું ન હતું અને ત્યારબાદ તેની દીકરી કિંજલને કરિયાવર બાબતે તેમજ રૂપિયા બાબતે અવારનવાર મેણાં ટોણાં મારીને માનસિક દુઃખ આપતા હતા જે તેનાથી સહન ન થતાં ફરિયાદીની દીકરીએ પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવ સંદર્ભે મૃતક મહિલાના પિતાએ નોંધાવેલ ફરિયાદ વધારે પોલીસે હાલમાં મૃતક મહિલાના પતિ અને સાસુ-સસરા સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ અંગેની આગળ વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એમ. છાસિયા ચલાવી રહ્યા છે
મહિલા સારવારમાં
ટંકારા તાલુકાના લજાઈ ગામે વીરપર રોડ ઉપર આવેલ શિવમ પ્લાસ્ટિક નામના કારખાનામાં રહીને મજૂરી કામ કરતા ગીતાબેન તુલસીરામ સાધુ નામના ૩૧ વર્ષીય મહિલા યુનિટમાં કામ કરતા હતા.તે દરમિયાન ડાબો હાથ મશીનમાં આવી જતા તેઓને અત્રેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીની પુષ્કરધામ સોસાયટીમાં આવેલ આલાપ સેન્ચ્યુરી ખાતે રહેતો રવિ રમેશભાઈ તારપરા નામનો ૩૫ વર્ષનો યુવાન મોરબી તપોવન સ્કૂલ પાસેથી બાઈકમાં જતો હતો.ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થવાના બનાવમાં ઈજા પામતા અત્રે આયુષ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.તેમજ શનાળા રોડ ઉપર આવેલ ગોકુળનગર વિસ્તારમાં રહેતા જલ્પાબેન વિજયભાઈ પ્રભુભાઈ નામની ૨૦ વર્ષીય મહિલા વધુ પડતી દુખાવાને લગતી ગોળીઓ ખાઈ જતા તેણીને સારવાર માટે લાવવામાં આવી હતી.
બાળકી સારવારમાં
મોરબીના હળવદ રોડ ઊંચી માંડલ પાસે ઓરિડા સીરામીક નામના યુનિટમાં લેબર કવાટરમાં રહી મજૂરી કામ કરતાં પરિવારની પ્રતિમા ગૌરીશંકર જેના નામની સાત વર્ષની બાળકી બાઇક પાછળ બેસીને જતી હતી દરમિયાન બાઈક પાછળથી પડી જતા જમણા હાથે ઈજા થવાથી તેને અત્રે ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.જ્યારે મોરબીના વીસી ફાટકથી મણીમંદિર બાજુ ઢાળ ઉતરતા સમયે બાઈક સ્લીપ થવાના બનાવમાં ઇજા પામતા તુલસીભાઈ પ્રેમજીભાઈ શેખા (ઉંમર ૩૫) રહે.આંબેડકર કોલોની સામે મોરબીને સારવારમાં ખસેડાયા હતા.મોરબીના માધાપરા વિસ્તારમાં શેરી નંબર-૨૪ માં રહેતા રાજેશભાઈ મકનભાઈ નકુમ નામના ૪૦ વર્ષના યુવાનને તેના ઘરે મારામારીમાં ઈજા થતાં સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

