મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

માળિયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી 333 બોટલ ભરેલ બ્રેજા કાર સાથે એક પકડાયો: એકની શોધખોળ


SHARE





માળિયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી 333 બોટલ ભરેલ બ્રેજા કાર સાથે એક પકડાયો: એકની શોધખોળ

માળિયા મિયાણા નજીક હાઈવે પર ઓનેસ્ટ ચેકપોસ્ટ આવેલ છે ત્યાંથી પસાર થઈ રહેલા બ્રેજા કારને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે ગાડીમાંથી દારૂની 333 બોટલ મળી આવી હતી જેથી પોલીસે દારૂ અને કાર મળીને કુલ 8.04 લાખનો મુદામાલ કબજે કર્યો છે અને એક આરોપીને ઝડપી લીધેલ છે જો કે, અન્ય એકનું નામ સામે આવ્યું છે.

માળિયા મિયાણાં તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કચ્છ તરફથી સફેદ કલરની નંબર પ્લેટ વગરની બ્રેજા ગાડી આવી રહી હતી તે ગાડીમાં દારૂ હોવાની બાતમી મળી હતી જેથી પોલીસે હાઇવે ઉપર વોચ ગોઠવી હતી ત્યારે માળિયા નજીક આવેલ ઓનેસ્ટ ચેક પોસ્ટ પાસે મળેલ બાતમી મુજબની કાર નીકળતા તે કારને રોકી હતી અને તે કારની તલાસી લેવામાં આવતા તેમાંથી દારૂની જુદીજુદી બ્રાન્ડની કુલ મળીને 333 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 3,89,700 ની કિંમતનો દારૂનો જથ્થો, 4 લાખની બ્રેજા કાર અને 15 હજાર રૂપિયાની કિંમતનો મોબાઈલ આમ કુલ મળીને 8,04,700 નો મુદામાલ જપ્ત કર્યો છે અને પોલીસે કાર ચાલક સુરેશ અજાભાઇ ચૌધરી રહે. બાડમેર રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી સુરેશ ચુન્નારામ (મેઘવાલ) રહે. હાલ ગાંધીધામ મૂળ રાજસ્થાન વાળાનું નામ સામે આવ્યું છે જેથી તે બંનેની સામે ગુનો નોંધીને પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News