મોરબીના રણછોડનગરમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ 18 હજારની રોકડ સાથે પકડાયા
રાજકોટની યુવતીને આપઘાત માટે મજબુર કર્યાંના ગુનામાં ટંકારાના પરીણિત યુવાનના જામીન નામંજૂર
SHARE










રાજકોટની યુવતીને આપઘાત માટે મજબુર કર્યાંના ગુનામાં ટંકારાના પરીણિત યુવાનના જામીન નામંજૂર
ગત તા.2-4-2025 ના રોજ રાજકોટમાં આવેલ કેવલમ આવાસ યોજના ક્વાર્ટરમાં મરણજનાર રૂકસાનાબેન ઉર્ફે રૂષિ ઓસમાણભાઈ જુણેજાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધેલ હતો.
તે બનાવ અંગે મરણજનારના ભાઈ ઇમ્તિયાઝ ઓસમાણભાઈ જુણેજા એ તા.3-4-2025 ના રોજ ગાંધીગ્રામ-2 (યુનિ.)પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવેલ કે, મરણ જનાર તેમની બહેન થાય છે. તેમની બહેન સાથે આરોપી રફિકભાઈ ઉંમરભાઈ ભાણું (રહે. સંધીવાસ મેઈન બજાર ટંકારા)એ 17 વર્ષથી પ્રેમ સંબંધ રાખી અને આરોપીના છેલ્લા 13 વર્ષથી બીજે નિકાહ થયેલ હોવા છતા રૂકસાના સાથે પ્રેમસબંધ રાખી બાદમાં હેરાન પરેશાન કરી.ત્રાસ આપી તરછોડી દીધેલ. મરણ જનારને મરવા માટે મજબૂર કરી દીધેલ. તે બાબતની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાતા, પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરેલ હતો. જેલમાં રહેલ આરોપી રફિકભાઈ ભાણુએ જામીન ઉપર છૂટવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલ કે, મરણ જનારની સ્યુસાઈડ નોટ મળી આવેલ છે.
તેમાં આરોપીના ત્રાસ અને તરછોડી દીધાના હિસાબે તેઓ આપઘાત કરે છે તે બાબતનો ઉલ્લેખ છે. હાલ સ્યુસાઈડ નોટ એફએસએલમાં મોકલવાની હોય, પોલીસ તપાસ ચાલુ છે.આરોપી વિરુદ્ધ પ્રાઈમાફેઈસી કેસ હોય તેથી આરોપીને જામીન આપવા જોઈએ નહીં. તે રજૂઆતને ધ્યાને લઈ સેશન્સ જજ પી. જે. તમાકુવાળાએ આરોપીની રેગ્યુલર જામીન અરજી રદ કરતો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયેલ હતા

