મોરબીના બાયપાસ રોડે કારમાં કોઈ કારણોસર લાગી આગ: કોઈ જાનહાનિ નહીં
મોરબીના શનાળા રોડે હાઉસિંગ બોર્ડમાં નાના મોટા 50 જેટલા દબાણો મહાપાલિકાની ટીમે તોડી પાડ્યા
SHARE







મોરબીના શનાળા રોડે હાઉસિંગ બોર્ડમાં નાના મોટા 50 જેટલા દબાણો મહાપાલિકાની ટીમે તોડી પાડ્યા
મોરબી મહાનગરપાલિકા દ્વારા દર બુધવારે કોઈ એક વિસ્તારની અંદર રોડ સાઈડના દબાણોને દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવે છે ત્યારે આજે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને એક કે બે નહિ પરંતુ 50 થી વધુ નાના-મોટા કાચા પાકા દબાણો ઉપર મહાપાલીકાનું બુલડોઝર ફરી વળ્યું હતું અને દબાણો તોડી પાડવામાં આવ્યા હતા.
મોરબીના દરેક વોર્ડમાં શેરી ગલીઓમાં અને રોડની આસપાસમાં મોટા પ્રમાણમાં દબાણો થયા છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી કારણ કે મોરબી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી છે ત્યારથી એટ્લે કે લગભગ છેલ્લા ચારેક મહિનાથી મોરબીના જુદા જુદા વિસ્તારોમાં મુખ્ય માર્ગની આસપાસમાં કાચા પાકા દબાણો કરવામાં આવ્યા હતા તેને તોડવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે દરમિયાન આજે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રોડ સાઈડમાં કરવામાં આવેલ દબાણોને તોડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને મહાપાલિકાના અધિકારી સૂત્ર પાસેથી મળતી વિગત પ્રમાણે એક કે બે નહિ પરંતુ 50 કરતાં વધુ નાના મોટા કાચા પાકા દબાણોને મહાપાલિકાનું બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવેલ છે. અને આગામી સમયમાં આવી જ રીતે મોરબીના જુદા જુદા રોડ રસ્તા ઉપર કોઈ પણ પ્રકારના દબાણો હશે તો તેને દૂર કરવા માટેની કામગીરી ચાલુ રાખવામાં આવશે.
