મોરબીના બાયપાસ રોડે કારમાં કોઈ કારણોસર લાગી આગ: કોઈ જાનહાનિ નહીં
SHARE







મોરબીના બાયપાસ રોડે કારમાં કોઈ કારણોસર લાગી આગ: કોઈ જાનહાનિ નહીં
મોરબીના બાયપાસ રોડ ઉપરથી કાર પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણોસર તેના આગળના ભાગમાં આગ લાગવાની ઘટના બની હતી જેથી કારમાં બેઠેલ વ્યક્તિ તાત્કાલિક નીચે ઉતરી ગઈ હતી અને આ બનાવની મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળે આવી ગયેલ હતો અને કાર ઉપર લાગેલ આગ ઉપર કાબુમાં કરવા માટે પાણીનો મારો કરીને આગને કાબુમાં લેવામાં આવી હતી.
સામાન્ય રીતે ઉનાળામાં વાહનની અંદર આગ લાગવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે તેવી જ રીતે આજે બપોરના સમયે મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ કામધેનુ પાર્ટી પ્લોટ પાસેથી કાર પસાર થઈ હતી ત્યારે કોઈ કારણોસર કારમાં આગ લાગી હતી જેથી મશીન પાસેથી ધુમાડા નીકળવા લાગ્યા હતા અને આગળનો ભાગ સળગવા લાગ્યો હતો. જેથી કારને રોડ સાઈડમાં પાર્ક કરીને કારમાં બેઠેલ વ્યક્તિ ગાડીમાંથી નીચે ઉતરી ગઈ હતી અને આ બનાવની મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાને પહોંચી હતી અને કારના મશીનમાં લાગેલ આગ ઉપર પાણીનો મારો કરીને આગને કાબુમાં લેવામાં આવૈ હતી. જો કે, સદ્નસીબે આગ લાગવાની આ ઘટનામાં કોઈને જાનહાની થયેલ નથી પરંતુ કારમાં કયા કારણોસર આગ લાગી હતી તે તપાસો વિષય છે.
