મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

માળિયા (મી)ના જુના ઘાટીલા ગામે ભાઈની ખબર પૂછવા ગયેલ બહેન-બનેવીને મોટા સાળા સહિત ત્રણે આપી ધમકી


SHARE





માળિયા (મી)ના જુના ઘાટીલા ગામે ભાઈની ખબર પૂછવા ગયેલ બહેન-બનેવીને મોટા સાળા સહિત ત્રણે આપી ધમકી

મોરબીમાં રહેતા આધેડ મહિલા તેઓના નાનાભાઈને કેન્સરનું ઓપરેશન કરાવેલ હોવાથી તેની ખબર પૂછવા માટે તેને માળિયા તાલુકાના જુના ઘાટીલા ગામે ગયા હતા ત્યારે તે મહિલાના મોટાભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને તેણે મહિલા તથા તેના પતિને લાકડી વડે માર મારવાનો પ્રયાસ કર્યો હતો તથા ગાળો આપીને “હવે તમો કેટલા દિવસ જીવતા રહો છો એ અમો જોઈ લેશું, અમારી પાસે ઘણા ગુંડા માણસો છે” તેવું કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ મહિલાએ તેના ભાઈ, ભાભી અને ભત્રીજા સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ શાંતિવન સોસાયટીમાં પ્રાથમિક શાળાની બાજુમાં નિધિપાર્ક સામે રહેતા નાનીબેન મૂળજીભાઈ સોલંકી (55) નામના મહિલાએ માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેમના મોટાભાઈ કેશુભાઈ તીકમભાઈ ચાવડા, ભાભી વિનુબેન કેશુભાઈ ચાવડા તથા ભત્રીજા અક્ષય કેશુભાઈ ચાવડા સામે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં જણાવ્યુ છે કે, તેઓ પોતાના પતિ સાથે જૂના ઘાટીલા ગામે તેમના નાનાભાઈ લખમણભાઇ તીકમભાઈ ચાવડાને મોઢાના જડવાનું કેન્સર હતું જેથી ઓપરેશન કરાવ્યુ હતું. માટે ફરિયાદી તેના પતિ સાથે તેઓની ખબર પૂછવા માટે થઈને ગયા હતા ત્યારે આરોપીઓ એકદમ શ્કેરાઈ ગયા હતા અને ફરિયાદી તથા તેના પતિને લાકડી વડે માર મારવાનો પ્રયાસ કર્યો હતો અને ગાળો આપીને “હવે તમો કેટલા દિવસ જીવતા રહો છો એ અમો જોઈ લેશું, અમારી પાસે ઘણા ગુંડા માણસો છે” તેવું કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે તે મહિલાના ભાઈ, ભાભી અને ભત્રીજા સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News