મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

સમાજ માટે લાલબતી: હળવદના નવા દેવળીયા ગામની સીમમાં પિતાએ પબજી ગેમ રમવાની ના પડતાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE









સમાજ માટે લાલબતી: હળવદના નવા દેવળીયા ગામની સીમમાં પિતાએ પબજી ગેમ રમવાની ના પડતાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

સોશિયલ મીડિયા અને મોબાઈલના વધુ પડતા ઉપયોગના કારણે ઘણી વખત ચોકાવનારી ઘટનાઓ બનતી હોય છે આવી જ રીતે હળવદના નવા દેવળીયા ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવાર સાથે બનેલ છે જેમાં યુવાન દીકરો મોબાઇલમાં સતત પબજી ગેમ રમતો હતો અને ખેતી કામમાં ધ્યાન આપતો ન હતો જેથી તે યુવાનને તેના પિતાએ જમતી વખતે કામ બાબતે ઠપકો આપ્યો હતો જેથી તેને મનોમન લાગી આવતા તે યુવાને વાડીની ઓરડીમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવની મૃતક યુવાનના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પંચમહાલ જિલ્લાના ભીખા ફળીયુ શિવરાજપુરના રહેવાસી અને હાલમાં હળવદના નવા દેવળીયા ગામની સીમમાં રમેશભાઈ અંબારામભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા જયેશકુમાર અર્જુનભાઈ નાયક (23) નામના યુવાને પોતે પોતાની જાતે વાડીની ઓરડીમાં લોખંડની એંગલ સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતક યુવાનના પિતા અર્જુનભાઈ નાયક (46) રહે. હાલ નવા દેવળીયા ગામની સીમ રમેશભાઈ પટેલની વાડી વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાન મોબાઇલમાં સતત પબજી ગેમ રમતો હતો અને ખેતી કામમાં ધ્યાન આપતો ન હતો જેથી જમતી વખતે તેના પિતાએ તેને કામ કરવા બાબતે ઠપકો આપ્યો હતો જેથી યુવાનને મનોમન લાગી આવતા તેણે પોતે પોતાની જાતે ઓરડીની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો આ બનાવની આગળની વધુ તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા એન.એમ. ગોસ્વામી ચલાવી રહ્યા છે




Latest News