મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના લખધીરનગર આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે યોગ શિબિર યોજાઈ


SHARE









મોરબીના લખધીરનગર આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે યોગ શિબિર યોજાઈ

મોરબી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ- ૨૦૨૫ ની ૧૦૦ દિવસની ઉજવણીના ભાગરૂપે લખધીરનગર આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે પાંચ દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલેખનીય છે કે, મોરબીમાં નિયામક આયુષ, ગાંધીનગર તથા મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ અને મોરબી જિલ્લા આયુર્વેદ અધિકારી સીધા નિદર્શનમાં લખધીરનગર આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે યોગ શિબિર યોજાઇ હતી. આ શિબિરમાં ૧૧ વર્ષથી ૧૬ વર્ષ સુધીના કુલ ૭૦ બાળકોએ ભાગ લીધો હતો. બાળકો યોગ દ્વારા શારીરીક અને માનસિક રીતે તંદુરસ્ત બને તથા આપણી પ્રાચીન યોગ પરંપરાની જાળવણીના હેતુ સાથે પાંચ દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું સંચાલન આયુર્વેદ મેડિકલ ઓફિસર ડો. વિરેન ઢેઢી, મહેશ્વરીબેન દલસાણીયા અને દીલીપભાઈ કણજારીયા દ્વારા કરવામાં આવ્યું હતું.




Latest News