મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી વરીયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યારત્ન અભિવાદન સમારોહનું આયોજન


SHARE









મોરબીમાં શ્રી વરીયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યારત્ન અભિવાદન સમારોહનું આયોજન

મોરબીમાં શ્રી વરીયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વરીયા પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓને સન્માનીત કરવા માટે વિદ્યારત્ન અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ રવિવારે તા.1 જૂનના રોજ રાત્રે 8:30 કલાકે રેમાન્ડ પાર્ટી પ્લોટ, કલેક્ટર કચેરી પાછળ, મોરબી-2 ખાતે યોજાશે.  

આ વિદ્યાર્થી સન્માન સમારોહમાં ધો. 1 થી સ્નાતક સુધીના તેમજ સમાજમાં જે ડોક્ટર, વકીલ, સી.એ. થયા હોય તેવા 60 થી વધુ લોકોનું સન્માન કરવામાં આવશે. આ વેળાએ સમાજના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિત રહેશે. તેઓ વિદ્યાર્થીઓ અને યુવાનોને માર્ગદર્શન પૂરું પાડશે. આ દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. જેમાં ઓપરેશન સિંદૂર, રાસ-ગરબા સહિતના ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શિક્ષણ ક્ષેત્રે કાર્યરત શ્રી વરીયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ (બોર્ડિંગ)ની યંગ ટીમ તથા મહિલા વિંગની ટીમના સભ્યો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયે અલ્પાહારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ કાર્યક્રમમાં પધારવા શ્રી વરીયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ - મોરબી દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.




Latest News