મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે કલેકટરે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું


SHARE









મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે કલેકટરે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું

મોરબી જિલ્લામાં સ્પા/ મસાજ પાર્લર ચલાવવાની આડમાં નશીલા કેફી દ્રવ્યોનું સેવન તથા દેહ વ્યાપારની શક્યતા હોય છે. કેટલાક અસામાજિક તત્વો આવા સ્પા/ મસાજ પાર્લરની આડમાં ગુનાહીત કૃત્યો કરી, જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે છે, તેથી મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા સ્પાના નિયમન અને નિયંત્રણ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

મોરબી જિલ્લા વિસ્તારમાં સ્પા/ મસાજ પાર્લરોના માલીકો તેમજ આવા સ્પા /મસાજ પાર્લરોના સંચાલકોએ તેમા કામ કરતા કર્મચારીઓની સંખ્યા સહિત ફોટોગ્રાફ્સ તથા રેકોર્ડીંગ સુવિધા સાથે સી.સી.ટી.વી. એન્ટ્રી, રિસેપ્શન તથા કોમન એરીયામાં ફરજિયાત રાખવાનું રહેશે. ત્રણ મહિના સુધીના સી.સી.ટીવી. રેકોડીંગની સંપૂર્ણ માહિતી સાથે સાચવી રાખવાનું રહેશે અને સંબંધિત પોલીસ સ્ટેશને જરૂર પડયે આ માહિતી આપવાની રહેશે. આ અંગે જે-તે પોલીસ સ્ટેશનના પોલીસ ઓફીસરે રજીસ્ટર નિભાવવાનું રહેશે. અને સ્પા/મસાજ પાર્લર, એકમનું નામ, માલીક/ સંચાલકનું નામ તથા સરનામું  ટેલીફોન નંબર. સ્પા/મસાજ પાર્લરોમાં કામ કરતા તમામ કર્મચારીઓની સંપૂર્ણ વિગત (ફોટો સહિત) તમામ માહિતી નજીકના પોલીસ સ્ટેશનમાં આપવાની છે. અને બે પૈકીની એક નકલ રીસીવ સહિ સિકકા કરી પરત આપવામાં આવે તે સંચાવવાની રહેશે. આ જાહેરનામું તા. ૩૦/૭ સુધી અમલમાં રહેશે. અને જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.




Latest News