મોરબી રવાપર ચોકડી પાસેથી રોકડ રકમ મળી, જેની હોય તેણે સંપર્ક કરવો મોરબીમાં ઘરેથી ઝેરોક્ષ કરાવવા જવાનું કહીને નિકળેલ યુવતી ગુમ વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા વાંકાનેરના ચંદ્રપુરમાં સ્ટાર પ્લાઝાની 240 દુકાનો સીલ : વેપારીઓમાં રોષ,ફાયર સેફટીના અભાવે કાર્યવાહી વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના સીવણ કેન્દ્રમાં બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા મોરબી ઓમ શાંતિ વિદ્યાલયના ૪૦૦ વિદ્યાર્થીઓએ નશામુક્તિ જાગૃતિની લીધી પ્રતિજ્ઞા રહસ્યમય કૂવો: મોરબીના વિરપરડા ગામે પ્રથમ વખત ભરાયેલ નવા કૂવાનું પાણી હાલકડોલક થતાં અફવા-અંધશ્રધ્ધા ફેલાઈ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર નજીક બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનારા આઇસર ચાલકની ધરપકડ


SHARE







મોરબીના લાલપર નજીક બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનારા આઇસર ચાલકની ધરપકડ

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામ પાસે પાવરહાઉસ નજીક સર્વિસ રોડ ઉપરથી ડબલ સવારી બાઇક પસાર થઈ રહયું હતું ત્યારે આઇસરના ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ઉપર બેઠેલા યુપીના બે યુવાનોને ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તે બંને યુવાનોના મોત નિપજ્યાં હતા અને પોલીસે ફરિયાદ લઈને આ ગુનામાં આઇસરના ચાલકની ધરપકડ કરી છે

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના લાલપર ગામ નજીક આવેલા પાવરહાઉસ પાસેથી સર્વિસ રોડ ઉપરથી જાબુડિયા ગામ તરફ જઈ રહેલા જી.જે. ૩૬ ટી ૯૫૯૬ નંબરના આઇસરના ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લીધું હતુ જેથી કરીને બાઈક ચાલક વિજય રામચંદ્ર ગુપ્તા (ઉ.૩૬) નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જો કે, તેની સાથે બાઇક ઉપર બેઠેલ રામસિંગ નામના યુવાનને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો જો કે, સારવાર કારગત ન નિવડતા તેનું રાજકોટ ખાતે સારવારમાં મોત નીપજયું છે જેથી કરીને અકસ્માતના આ બનાવમાં મૃતક રામસિંગ બાલારામ ભીલના કૌટુંબિક સાળા રાકેશભાઈ બદ્રિલાલા ચૌહાણ દ્વારા આઇસરના ચાલકની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હત જેના આધારે પોલીસે હાલમાં આરોપી મૌનિક કિરીટભાઇ મેજડિયા (૧૯) રહે. લીલાપર વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News