યુ બર્ન કેલરીસ: મોરબી જિલ્લા સેવા સદનની સીડીઓ-લિફ્ટ પાસે લગાવાયા જાગૃતિ સંદેશ
મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસો, અપહરણ અને દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ
SHARE







મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસો, અપહરણ અને દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ
મોરબી તાલુકમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી તેને પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અપહરણ, દુષ્કર્મ અને પોકસોની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવામાં આવ્યો હતો જે કેસ મોરબીની સ્પે.પોકસો કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીને 20 વર્ષની સજા અને 25 હજારનો દંડ ફટકાર્યો છે.
આ કેસની સરકારી વકીલ પાસેથી મળતી માહિતી મુજબ 7 જૂન 2014 ના રોજ સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી કે, તેઓની 16 વર્ષની દીકરીને આરોપી અપહરણ કરીને લઈ ગયો હતો અને જેથી પોલીસે અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આરોપીને પકડીને કોર્ટમાં ચાર્જશીટ રજુ કરતા સ્પે. પોક્સો કોર્ટમાં કેસ ચાલી ગયો હતો જેમાં મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ દવેએ રજૂ કરેલ પુરાવાઓ તેમજ કરેલ ધારદાર દલીલને ધ્યાને રાખીને કોર્ટે આરોપી અરવિંદ ઠાકરશીભાઈ આત્રેસા રહે. લીલાપર તાલુકો મોરબી વાળાને 20 વર્ષની સજા અને 25 હજારનો દંડ ફટકાર્યો છે. વધુમાં વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ આરોપીને કલમ 363 મુજબ 5 વર્ષની સજા અને 5 હજારનો દંડ, કલમ 366 મુજબ 7 વર્ષની સજા અને 10 હજારનો દંડ તેમજ કલમ 376 સાથે જાતીય ગુણોથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ 1012 ની કલમ 4,6, મુજબ 20 વર્ષની સખ્ત કેદની સજા અને 10 હજારનો દંડ કર્યો છે. અને વિકટીમ કંપન્સેશન સ્કીમ હેઠળ ભોગ બનનારને વળતર 4 લાખ અરૂપિયા તેમજ આરોપી દંડની રકમ ભરે તો તે 25 હજાર મળીને કુલ 4.25 લાખનું વળતર ચૂકવવા માટેનો આદેશ કર્યો છે.
