મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

યુ બર્ન કેલરીસ: મોરબી જિલ્લા સેવા સદનની સીડીઓ-લિફ્ટ પાસે લગાવાયા જાગૃતિ સંદેશ


SHARE









યુ બર્ન કેલરીસ: મોરબી જિલ્લા સેવા સદનની સીડીઓ-લિફ્ટ પાસે લગાવાયા જાગૃતિ સંદેશ

સરકારીના ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત લોકોને તંદુરસ્તી માટે જાગૃત કરવા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લા સેવાસદનમાં સરકારી અધિકારી/કર્મચારીઓ પણ સ્વસ્થ અને તંદુરસ્ત જીવનશૈલી માટે જાગૃત બને તેવા હેતુથી જિલ્લા સેવાસદનની સીડીઓ અને લિફ્ટ પાસે ‘યુ બર્ન કેલેરીસ’ના સંદેશાઓ લગાવવામાં આવ્યા છે.

આજના સમયમાં બેઠાડું જીવન અને અસ્તવ્યસ્ત જીવનશૈલીના કારણે લોકોનું સ્વાસ્થ્ય બગડવા લાગ્યું છે. સરકારી કચેરીઓમાં પણ મહદઅંશે બેઠાડું જીવન અને તણાવના કારણે બ્લડપ્રેશર, ડાયાબિટીસ સહિતની બીમારીઓ સર્વ સામાન્ય બની છે. ત્યારે સરકારી અધિકારી/કર્મચારીઓની તંદુરસ્તીને ધ્યાનમાં રાખી મેદસ્વિતા અભિયાન અંગે જાગૃત કરવા જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી દ્વારા જિલ્લા સેવા સદનમાં નૂતન પહેલ કરવામાં આવી છે. આ પહેલ અન્વયે જિલ્લા સેવા સદનની સીડીઓ અને લિફ્ટ પાસે જાગૃતિ માટેના સંદેશાઓ મૂકવામાં આવ્યા છે. આ સંદેશાઓ થકી અધિકારી/ કર્મચારીઓ ઉપરાંત સેવાસદનમાં આવતા મુલાકાતિઓ પણ જાગૃત બની સીડીઓનો ઉપયોગ કરી શારીરિક કસરત કરે તેવા ઉદ્દેશ્ય સાથે આ પહેલ કરવામાં આવી છે. ઉપરાંત સીડીઓના ઉપયોગથી લિફ્ટનો ઉપયોગ ઘટે છે જેથી વીજ બચત પણ કરી શકાય છે. જેથી સેવાસદનમાં વધુને વધુ સીડીનો ઉપયોગ કરવા અધિકારી/કર્મચારીઓ તથા મુલાકાતઓને જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.




Latest News