મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસો, અપહરણ અને દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ
મોરબી એબીવીપીએ જીટીયુ દ્વારા લેવાયેલ પરીક્ષામાં છબરડા મામલે આવેદનપત્ર પાઠવ્યું
SHARE







મોરબી એબીવીપીએ જીટીયુ દ્વારા લેવાયેલ પરીક્ષામાં છબરડા મામલે આવેદનપત્ર પાઠવ્યું
ગુજરત ટેકનોલોજીકલ યુનીવર્સીટી (જીટીયુ) દ્વારા લેવામાં આવેલ ડીપ્લોમાં સેમ.-2 ના એપ્લાઇડ મેથેમેટિક્સ વિષયની પરીક્ષાના પ્રશ્નપત્રમાં છબરડા હતો તે મામલે મોરબી એબીવીપી દ્વારા જીટીયુના કુલપતિને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જે આવેદનપત્રમાં લખ્યું છે કે, તા. 29/5 ના રોજ ડીપ્લોમાં સેમ.-2 ના એપ્લાઇડ મેથેમેટિક્સ વિષયના પ્રશ્નપત્રમાં ૩૦ માર્કસના ખોટા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેનો સુધારો યુનીવર્સીટી દ્વારા 12:26 કલાકે મેઈલ દ્વારા આપવામાં આવે છે. જે વર્ગખંડ સુધી પહોંચતા 12:45 થઇ હતી જયારે બીજો મેઈલ 12:31 કલાક આવેલ છે અને ત્રીજો મેલ 12:56 કલાકે આવ્યો હતો આમ જીટીયુની ગંભીર બેદરકારીના કારણે હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય અંધકારમાં ચાલ્યા ગયા છે. ત્યારે જીટીયુ દ્વારા એપ્લાઇડ મેથેમેટિક્સ વિષયમાં મહત્તમ ગ્રેસીંગ આપવામાં આવે અને જે વિદ્યાર્થીઓને પુનઃ પરીક્ષા આપવી હોય તેવા વિદ્યાર્થીઓને પરીક્ષા માટે વિકલ્પ આપવામાં આવે તેવી માંગ મોરબી એબીવીપી દ્વારા કરવામાં આવેલ છે.
