મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારામાં માતાજીના પ્રસંગ બાબતે ખાર રાખીને યુવાન સાથે માથાકૂટ: બે શખ્સોએ કાર સળગાવી દીધી


SHARE









ટંકારામાં માતાજીના પ્રસંગ બાબતે ખાર રાખીને યુવાન સાથે માથાકૂટ: બે શખ્સોએ કાર સળગાવી દીધી

ટંકારાના નાના ખીજડીયા ગામે રહેતા યુવાને પોતાના ઘરે માતાજીના પ્રસંગ સબબ કુટુંબના માણસો ભેગા થયા હતા અને આ પ્રસંગ કરવામાં બે શખ્સો રાજી ન હતા જેથી તેણે ફરિયાદી અને સાહેદોને જેમ ફાવે તેમ ગાળો આપી હતી તથા પાવડા લઈને આવ્યા હતા અને યુવાન સાથે બોલાચાલી ઝઘડો અને માથાકૂટ કરી હતી તેમજ યુવાનની આઈ 20 કારને આગ લગાવીને સળગાવી દઈને કારમાં નુકસાની કરી હતી તેમજ તે યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

ટંકારાના નાના ખીજડીયા ગામે રહેતા એડવોકેટ દેવજીભાઈ રાણાભાઇ ચૌહાણ (35) એ હાલમાં નરેશભાઈ ઉર્ફે પોપટભાઈ રામજીભાઈ ચૌહાણ તથા દિનેશભાઈ ચનાભાઈ ચૌહાણ રહે. બંને નાના ખીજડીયા વાળા સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓના ઘરે માતાજીના પ્રસંગ સબબ કુટુંબના માણસો ભેગા થયા હતા અને આ પ્રસંગ કરવામાં આરોપીઓ રાજી ન હોવાથી તેઓએ ફરિયાદી તથા સાહેદોને જેમ ફાવે તેમ ગાળો આપી હતી તથા પાવડો લઈને ફરિયાદી પાસે આવીને તેની સાથે બોલાચલી, ઝઘડો અને માથાકૂટ કરવામાં આવી હતી અને પ્રસંગ કરવા બાબતે બંને શખ્સોએ ફરિયાદી યુવાનની આઈ 20 કાર નંબર જીજે 13 એબી 6219 માં આગ લગાવી દીધી હતી અને 3.50 લાખ રૂપિયાની કિંમતની કારમાં નુકસાની કરેલ છે તથા યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે.

સ્પાના સંચાલક સામે ગુનો નોંધાયો

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ રફાળેશ્વર ચોકડી પાસે ભૂદેવ પાનની બાજુમાં આવેલ ગણેશ ચેમ્બરમાં બીજા માળે બ્લુ બેલા સ્પા આવેલ છે તે સ્પાની અંદર કામ કરતા કર્મચારીઓની માહિતી અને બાયોડેટા પોલીસ સ્ટેશનમાં આપવામાં આવ્યો ન હતો જેથી કલેકટરના જાહેરનામાના ભંગ બદલ સ્પાના સંચાલક રોહિતભાઈ તુસ્તોરામ રીયાંગ (32) રહે. હાલ ગણેશ ચેમ્બર બ્લુ બેલા સ્પા રફાળેશ્વર મૂળ રહે. મિઝોરમ વાળાની ધરપકડ કરી છે અને તેની સામે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News