મોરબી રવાપર ચોકડી પાસેથી રોકડ રકમ મળી, જેની હોય તેણે સંપર્ક કરવો મોરબીમાં ઘરેથી ઝેરોક્ષ કરાવવા જવાનું કહીને નિકળેલ યુવતી ગુમ વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા વાંકાનેરના ચંદ્રપુરમાં સ્ટાર પ્લાઝાની 240 દુકાનો સીલ : વેપારીઓમાં રોષ,ફાયર સેફટીના અભાવે કાર્યવાહી વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના સીવણ કેન્દ્રમાં બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા મોરબી ઓમ શાંતિ વિદ્યાલયના ૪૦૦ વિદ્યાર્થીઓએ નશામુક્તિ જાગૃતિની લીધી પ્રતિજ્ઞા રહસ્યમય કૂવો: મોરબીના વિરપરડા ગામે પ્રથમ વખત ભરાયેલ નવા કૂવાનું પાણી હાલકડોલક થતાં અફવા-અંધશ્રધ્ધા ફેલાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં પંચાયતની ચૂંટણીના ફોર્મ ભરતા સમયે ઉમેદવારે ચારથી વધુ સમર્થકો લાવવા નહીં


SHARE







મોરબી જિલ્લામાં પંચાયતની ચૂંટણીના ફોર્મ ભરતા સમયે ઉમેદવારે ચારથી વધુ સમર્થકો લાવવા નહીં

મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણી-૨૦૨૧ અન્વયે તા.૧૯/૧૨/૨૧ ના રોજ મતદાન થનાર છે. જેને ધ્યાને લઇ મોરબી જિલ્લામાં ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર રજૂ કરતા સમયે ચૂંટણી અધિકારીની કચેરીમાં અવ્યવસ્થા અને ઓવર ક્રાઉડીંગની પરિસ્થિતી ઉભી ન થાય તે માટે મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછારે કોઇપણ સૂચિત ઉમેદવારે તેમના ટેકેદારો, દરખાસ્ત કરનાર કે સમર્થકો સાથે ચાર થી વધુ સંખ્યામાં ચૂંટણી અધિકારી/નિર્દિષ્ટ મદદનિશ ચૂંટણી અધિકારની કચેરીમાં પ્રવેશ ન કરવા જણાવેલ છે.

ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે કરવામાં આવેલ આ હુકમમાં જણાવ્યા પ્રમાણે ચૂંટણી માટેના ઉમેદવારી પત્રો રજૂ કરવા સમયે ચૂંટણી અધિકારી / નિર્દિષ્ટ મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં સૂચિત ઉમેદવારે તેમના ટેકેદારો, દરખાસ્ત કરનાર કે સમર્થકો સાથે ચાર થી વધુ સંખ્યામાં પ્રવેશ કરી શકશે નહી. આ ઉપરાંત ઉમેદવારી પત્ર રજૂ કરવા આવતા સમયે ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરી આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં વધુમાં ત્રણ વાહનો સાથે પ્રવેશી શકાશે. ત્રણ  થી વધુ વાહનો સાથે કચેરીના ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઇએ પ્રવેશવું નહી. આ સુચનાઓનો અમલ ઉમેદવાર જયારે તેઓનું ચૂંટાયા અંગેનું  પ્રમાણપત્ર લેવા આવે ત્યારે પણ કરવાનો રહેશે તથા ઉપર્યુક્ત કામે ઉપયોગમાં લેવાયેલ વાહનોના ખર્ચ ઉમેદવારના ખર્ચમાં ઉધારવાનો રહેશે.






Latest News