માળીયા (મીં)ના ગેસ કટીંગના ગુન્હામા છેલ્લા છ માસથી ફરાર આરોપી ઝડયાયો મોરબીના અપહરણના ગુનામાં છ માસથી ફરાર આરોપી ભોગ બનનાર સાથે રાજસ્થાનથી પકડાયો મોરબીમાં જાગરણની રાતે મહીલા સલામતી માટે આખી રાત હેલ્પ સેન્ટર કાર્યરત રહેશે મોરબીના ટીંબડી ગામે ગુજરાત ગેસે તોડેલ રોડને લઈને રોડ બનાવવા સરપંચ દ્વારા કરાઇ તાકીદ મોરબીની પીએમશ્રી તાલુકા શાળા તેમજ નાની-મોટીબરાર પ્રાથમિક શાળામાં બાળમેળો-લાઈફ સ્કિલ મેળા યોજાયા મોરબી શહેરની મોટાભાગની સમસ્યાઓ 8થી 10 દિવસમાં થઈ જશે શૂન્ય, 6 મહિના પછી દેખાશે મહપાલિકાનો વિકાસ: ધારાસભ્ય-કલેકટર મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે ભવ્ય કાર્યક્રમ દ્વારા ઉજવણી મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ ચતુર્થ સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ યોજાશે
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ પાસે હોટલમાં થયેલ જુગારની રેડ-તોડના ગુનામાં ૧૭૫ દિવસે ફરાર પીઆઇ આદિપુરથી ઝડપાયો, રિમાન્ડ લેવા તજવીજ


SHARE

















ટંકારાના લજાઈ પાસે હોટલમાં થયેલ જુગારની રેડ-તોડના ગુનામાં ૧૭૫ દિવસે ફરાર પીઆઇ આદિપુરથી ઝડપાયો, રિમાન્ડ લેવા તજવીજ

ટંકારા તાલુકાનાં લજાઈ પાસે આવેલ હોટલમાં જુગારની રેડ કરવામાં આવી હતી અને જે તે સમયે આ રેડની કાર્યવાહી સામે અનેક સવાલો ઊભા થયા હતા અને આ રેડની તપાસ ગુજરાતના પોલીસ વડા દ્વારા એસએમસીને સોંપવામા આવી હતી ત્યારબાદ ટંકારા પોલીસ સ્ટેશનના પહેલા પીઆઇ અને એક હેડ કોન્સટેબલ સામે ગુનો નોંધાયો હતો જેમાં પહેલ હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી હતી અને આ ગુનામાં નાસતા ફરતા પીઆઇ ની 175 દિવસ બાદ એસએમસીની ટીમ દ્વારા કચ્છના આદિપુર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે જેના રિમાન્ડ લેવા માટે આજે તેને મોરબીની કોર્ટમાં રજૂ કરાશે.

ટંકારાના લજાઈ પાસે આવેલ કમ્ફર્ટ હોટલના રૂમમાં જુગારની રેડ કરી હતી ત્યારે પ્લાસ્ટિકના ટોકન રાખીને જુગાર રમતા સાત શખ્સો મળી આવ્યા હતા અને તેની રોકડ રકમ ગાડીમાં રાખી હતી જેથી પોલીસે 12 લાખ રોકડા તેમજ અન્ય મુદામાલ મળીને 63.15 લાખનો મુદામાલ કબજે કરેલ હતો અને આરોપી ગોપાલભાઈ રણછોડભાઈ સભાડ, ચીરાગ રસીકભાઈ ધામેચા, રઘુવીરસિંહ ઉર્ફે દીપકસિંહ બહાદુરસિંહ જાડેજા, રવિ મસુખભાઈ પટેલ, વિમલભાઈ રામજીભાઈ પટેલ, ભાસ્કરભાઈ પ્રભુભાઈ પારેખ, કુલદીપસિંહ વનરાજસિંહ ગોહિલ, શૈલેષભાઈ ગંગદાસભાઈ ઠુમ્મર અને નિતેષભાઈ નારણભાઈ ઝાલરીયાને પકડવામાં આવેલ હતા અને રજનીકાંત ભરતભાઈ દેત્રોજા રહે. ચિત્રકુટ સોસાયટી મોરબી વાળાને પકડવાનો બાકી હતો.

જો કે, જે આરોપીઓની સામે ગુનો નોંધાયેલ હતો તેમાં અકે આરોપીનું નામ ખોટું લખાવવામાં આવ્યું હતું જેનું ખોટું નામ રવિ મનસુખભાઇ પટેલ હતું અને તપાસમાં તેનું સાચું નામ તીર્થ અશોકભાઈ ફળદુ હોવાનું સામે આવ્યું હતું જેથી તે કલમનો પણ જુગારના ગુનામાં ઉમેરો કરવામાં આવેલ હતો. જોકે હોટલની અંદર કરવામાં આવેલ જુગારની રેડીને લઈને અનેક સવાલો ઉભા થયા હતા અને ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ કરવામાં આવી હતી જેથી ગુજરાતના પોલીસ વડા દ્વારા તપાસ એસએમસીને સોંપવામાં આવી હતી જેથી કરીને એસએમસીના જે તે સમયના એસપી નિર્લિપ્ત રાય સહિતની ટીમ ગત ડિસેમ્બર મહિનામાં તપાસ માટે આવી હતી.

 ત્યારબાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એસએમસી ના અધિકારી દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાય.કે.ગોહિલ અને મહિપતસિંહ સોલંકી સામે 51 લાખ રૂપિયાનો તોડ કર્યો હોવા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેના આધારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને આ કેસની તપાસ લીંબડીના ડીવાયએસપી વી.વી.રબારીને સોંપવામાં આવી હતી જોકે લાંબા સમય સુધી આ બંને આરોપીઓ પકડાયા ન હતા જેથી કરીને બંનેને 30 દિવસમાં પોલીસ સમક્ષ હાજર થવા માટે કોર્ટે આદેશ કર્યો હતો દરમ્યાન થોડા દિવસો પહેલા આરોપી મહિપતસિંહ સોલંકીની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે એસએમસીની ટીમ દ્વારા છેલ્લા 175 દિવસથી નાસતા ફરતા પી.આઈ. વાય.કે. ગોહિલ ની કચ્છના આદિપુર ખાતેથી ધરપકડ કરવામાં આવેલ છે અને તેનો કબજો લીંબડી ડીવાયએસપીએ લઈને આરોપીના રિમાન્ડ મેળવવા માટે તેને તજવીજ હાથ કરી છે અને આજે આરોપી પીઆઈને મોરબીની કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવશે.






Latest News