મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં બહેન સાથે ઝઘડો થતા જાત જલાવી લેનાર યુવતીનું સારવારમાં મોત


SHARE







મોરબી નજીક કારખાનામાં બહેન સાથે ઝઘડો થતા જાત જલાવી લેનાર યુવતીનું સારવારમાં મોત

મોરબીના બેલા રોડ ઉપર આવેલ કારખાનામાં રહેતા પરિવારની યુવતીએ પોતાના શરીર ઉપર પેટ્રોલ છાંટીને કાંડી ચાપી લીધી હતી અને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેથી તે દાઝી ગયેલ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવતીનું મોત નીપજ્યું હતું . જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસે જાણ કરવામાં આવેલ છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બેલા રોડ ઉપર આવેલ વેલોક્ષ કંપનીના લેબર કવાર્ટરમાં રહેતા મજૂરી કામ કરતાં પરિવારની શબનમ સતારભાઈ શાહ  (૨૦) નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના શરીર ઉપર પેટ્રોલ છાંટીને આપઘાત કરવા માટે થઈને કાંડી ચાપી લીધી હતી જેથી દાજી જવાના કારણે તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને યુવતીને સારવાર માટે મોરબીથી રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે ચાલુ સારવાર દરમિયાન તે યુવતી નું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં મૃતક યુવતીના ભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે શબનમ અને તેની નાની બહેન વચ્ચે મહેંદી મૂકવા બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો અને તે બાબતે તેઓની માતાએ શબનમને ઠપકો આપ્યો હતો જેથી તેને લાગી આવતાં પોતે પોતાની જાતે શરીર ઉપર પેટ્રોલ છાંટીને કાંડી ચાંપી લીધી હતી.






Latest News