માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

નર્મદાની માઈનોર ડી - 24 કેનાલમાંથી સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોમાં આક્રોશ, મોરબી જિલ્લા કોંગ્રેસની આગેવાનીમાં કર્યો માળિયા અમદાવાદ હાઈવે ચક્કાજામ


SHARE











મોરબી જિલ્લામાં આવતી નર્મદાની માઇનોર ડી 24 કેનાલમાં હજુ સુધી સિંચાઈ માટેનું પાણી મળ્યું નથી જેથી કરીને ખેડૂતોને સાથે રાખીને જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે માળિયા હળવદ હાઇવે ને ચકાજામ કરવામાં આવ્યો હતો અને પાણી આપવાની માંગ કરવામાં આવી છે અને જ્યાં સુધી ખેડૂતોને પાણી કેનાલ મારફતે નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે તેવી ચીમકી કોંગ્રેસ દ્વારા ઉચ્ચારવામાં આવી છે

મોરબી જિલ્લામાં એક નહીં પરંતુ નર્મદાની ત્રણ કેનાલ આવે છે પરંતુ અધિકારીઓની અણ આવડતના કારણે ઘણી વખત ખેડૂતોને જ્યારે પાણીની જરૂર હોય છે ત્યારે સિંચાઈ માટેનું પાણી મળતું નથી આવો જ ઘાટ આ વખતે પણ ચોમાસાના આગોતરા વાવેતર સમયે મોરબી જીલ્લામાં જોવા મળી રહ્યો છે મોરબી જિલ્લામાં આવતી આ ત્રણેય નર્મદાની કેનાલો અને છેલ્લા ચાર મહિનાથી રીપેરીંગ કામ માટે બંધ કરવામાં આવી હતી તેમ છતાં પણ આજની તારીખે રીપેરીંગ કામ પૂર્ણ થયું નથી અને કેનાલમાં મોટા મોટા ગાબડા, બાવળ અને માટી તથા બાંધકામ વેસ્ટના ઢગલા જોવા મળતા હોય છે આટલું જ નહીં પરંતુ ખેડૂતોને 30 તારીખ સુધીમાં કેનાલ મારફતે પાણી મળી જશે તેવી અધિકારીઓ દ્વારા ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયાની હાજરીમાં ખાતરી આપવામાં આવી હતી તેમ છતાં પણ આજે 6 તારીખ સુધી નર્મદાની માઈનોર ડી- 24 કેનાલમાં છેવાડા સુધી પાણી પહોંચ્યું નથી.

જેથી કરીને ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આ કેનાલમાંથી મળી રહ્યું નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ સિંચાઈ માટેનું પાણી મળતું ન હોવાથી આજે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાની આગેવાની હેઠળ સ્થાનિક ગામના ખેડૂતોને સાથે રાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ત્યારે કેનાલ પાસેથી પસાર થતાં માળિયા અમદાવાદ હાઈવે રોડ ઉપર કોંગ્રેસના આગેવાનો તથા ખેડૂતો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને પાણી આપો પાણી આપોના સુત્રચાર કરવામાં આવ્યા હતા વધુમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે જો તેઓને 15 મી મે થી સિંચાઈ માટેનું પાણી મળવાનું શરૂ થઈ જાય તો તે લોકો પોતાના ખેતરમાં આગોતરું વાવેતર કરી શકે છે બાકી વરસાદ ચાલુ થઈ ગયા પછી તે લોકો પોતાના ખેતરમાં જઈ શકતા નથી અને વાવણી થઈ શકતી નથી અને ત્યારબાદ જો કેનાલમાં તેઓને પાણી મળે તો તે પાણી તેઓને કોઈ કામનું નથી માટે અધિકારીઓની બેદરકારીના કારણે નર્મદાનું પાણી હોવા છતાં પણ તેઓને સિંચાઈ માટેનું પાણી મળતું નથી તેવો આક્ષેપ ખેડૂતો અને જિલ્લા કોગ્રેસના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો હતો 

વધુમાં મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જણાવ્યું હતું કે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી જરૂર સમય ન મળે તો તે પાણી કોઈ કામનું નથી જેથી વહેલામાં વહેલી તકે ખેડૂતોને પાણી મળે તે માટે થઈને ખેડૂતોના હિતમાં કોંગ્રેસ દ્વારા આંદોલન ચાલુ જ રાખવામાં આવશે. આ મુદ્દે નર્મદાના સ્થાનિક અધિકારી કિરીટ ભાભોર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે નર્મદાની ધાંગધ્રા કેનાલમાંથી માઈનોર ડી -24 કેનાલમાં પાણી આપવામાં આવતું હોય છે અને હાલમાં 119 કિમી સુધી પાણી પહોંચ્યું છે અને આજ રાત સુધીમાં કદાચ ખેડૂતોને છેવાડા સુધી પાણી મળતું થઈ જશે જોકે ખરેખર ખેડૂતોને પાણી મળશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે.






Latest News