મોરબી જિલ્લા પોલીસ દ્વારા ભારત સરકારના ત્રણ નવા ફોજદારી કાયદાની લોકોને સમજ આપવા સ્પર્ધાનું આયોજન
SHARE
મોરબી જિલ્લા પોલીસ દ્વારા ભારત સરકારના ત્રણ નવા ફોજદારી કાયદાની લોકોને સમજ આપવા સ્પર્ધાનું આયોજન
મોરબી જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત લોકોને ભારત સરકારના ત્રણ નવા ફોજદારી કાયદા ભારતીય ન્યાય સંહિતા-2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ-2023 ની સમજ આપવા માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને નવા ત્રણ કાયદા વિશે લોકોને માહિતી મળે તે હેતુથી ઓડિયો, વીડિયો તથા ચિત્ર બનાવવાની સ્પર્ધાનું આયોજન કર્યું છે.
આ અંગેની માહિતી આપતા અધિકારી જણાવ્યુ હતું કે, તા 6 થી 15 જૂન સુધીમાં ચિત્ર, ઓડિયો અને વિડીયો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિજેતા બનેલા સ્પર્ધકને રોકડ ઈનામ આપવામાં આવશે. આ સ્પર્ધાનું પરિણામ તા 20 જૂનના રોજ મીડિયાના માધ્યમથી જાહેર કરવામાં આવશે. અને સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વ્યક્તિને ચિત્રો, ઓડિયો અને વીડિયો ઈમેલ આઈડી ab-sp-morbi@gujarat.gov.in અથવા મોબાઈલ નં. 97732 39553 ઉપર મોકલી આપવા જણાવ્યું છે. અને ખાસ કરીને કોઈપણ સ્પર્ધક એક જ સ્પર્ધામાં ભાગ લઈને તેની કૃતિ રજૂ કરી શકશે.