મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસ અન્વયે સહકારી મંડળીઓ દ્વારા વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરાયું


SHARE







મોરબી જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસ અન્વયે સહકારી મંડળીઓ દ્વારા વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરાયું

'આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ'ની ઉજવણીના ભાગરૂપે જિલ્લાની સહકારી સંસ્થાઓ દ્વારા જિલ્લામાં વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

મોરબીમાં લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને જળવાયુ પરિવર્તન સામે લડવા માટે વૃક્ષારોપણ દ્વારા પ્રાકૃતિક સંસાધનોનું રક્ષણ કરવાના હેતુ સાથે મોરબી જિલ્લા સહકારી મંડળીઓ જિલ્લા રજિસ્ટ્રારશ્રી ડો.બી.એન.પટેલના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ દ્વારા માર્કેટીંગ યાર્ડ - મોરબી, હળવદ, વાંકાનેર, મોરબી જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (મયુર ડેરી), શ્રી લખધીરગઢ સેવા સહકારી મંડળી લી, શ્રી મોરબી જુથ સેવા સહકારી મંડળી લી., શ્રી માટેલ જુથ સેવા સહકારી મંડળી લી., શ્રી નવા ઘનશ્યામગઢ સેવા સહકારી મંડળી લી. અને મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, સેવા-દુધ મંડળીઓના સહયોગથી જિલ્લામાં વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.મોરબી જિલ્લાના વિવિધ ગામોમાં પણ આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં આ કાર્યક્રમમાં જિલ્લા સહકારી મંડળીઓ કચેરીના અધિકારી-કર્મચારીઓ, મોરબી જિલ્લાના માર્કેટીંગ યાર્ડ, મયુર ડેરી-મોરબી તથા સહકારી મંડળીઓની સહભાગીતાથી આ આયોજન સફળ બન્યું હતું.






Latest News