મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યા મંદિર ખાતે આચાર્ય પ્રશિક્ષણ વર્ગ યોજાયો


SHARE









મોરબીમાં સાર્થક વિદ્યા મંદિર ખાતે આચાર્ય પ્રશિક્ષણ વર્ગ યોજાયો

મોરબીમાં આવેલ સાર્થક વિદ્યા મંદિર ખાતે ચાર દિવસીય આચાર્ય પ્રશિક્ષણ (ટીચર્સ ટ્રેનિંગ)નું આયોજન કર્યું હતું જેમાં વિવિધ વક્તાઓ દ્વારા શાળાના તમામ શિક્ષકોને માર્ગદર્શન તેમજ બાળકોને ખૂબ જ ઉપયોગી નીવડે તેવી શિક્ષણ પદ્ધતિઓ વિષેની માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમ તા. 4 થી 6 દરમ્યાન યોજાયો હતો અને વક્તા અમિતભાઈ દેસાઈ દ્વારા યોગ અને શિક્ષકની માહિતી આપવાની આવી હતી. તેમજ વન્યાબેન પરમારે શિક્ષણમાં પ્રવૃત્તિ અને પ્રયોગો વિશે ઊંડાણ પૂર્વક વિચારો રજૂ કર્યા હતા. તો ઘનશ્યામભાઈ ડાંગર દ્વારા શિક્ષક-પ્રવાસ, વાંચન અને અધ્યાત્મ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. અને ડો.સતિષભાઈ પટેલ દ્વારા “એકડે એક થી પેરેન્ટિંગ’ પુસ્તકનો અમલ કઈ રીતે ? How can teachers help in parenting? વિશે ઉપર વક્તવ્ય આપવામાં આવ્યું હતું તેમજ પ્રાથમિક વિભાગના પ્રિન્સીપાલ વિવેકભાઈ શુકલએ શિક્ષક માટે અનિવાર્ય -ભાષાશુદ્ધિની ખૂબ જ ઉપયોગી સમજૂતી આપવામાં આવી હતી. તેવી માહિતી શાળાના સંચાલક કિશોરભાઇ શુકલ દ્વારા આપવામાં આવી હતી. 




Latest News