મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં ભારત વિકાસ પરિષદ-IMA દ્વારા શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ સેમિનારનું આયોજન


SHARE









મોરબીમાં ભારત વિકાસ પરિષદ-IMA દ્વારા શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ સેમિનારનું આયોજન

મોરબીમાં ભારત વિકાસ પરિષદ અને આઇએમએ દ્વારા શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા નિઃશુલ્ક માર્ગદર્શન આપવામાં આવશે.

મોરબીના રવાપર રોડે આવેલ આઇએમએના હોલમાં આગામી તા 17 જુનના રોજ રાત્રે 9થી 10:30 સુધી શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શું આપ શ્રેષ્ઠ સંતાન માટેના પ્રયત્નો કરો છો ?શું આપ આપની ડિલીવરી સુખરૂપ અને કુદરતી માર્ગે થાય તેવું ઈચ્છો છો ? શું આપ શ્રેષ્ઠ સંતતિ માટે વૈદિક ગર્ભવિજ્ઞાન જાણવા ઈચ્છો છો ? તો આ ગર્ભસંસ્કાર કાર્યશાળામાં ભાગ લઈ શકાય છે. આ સેમિનારમાં ડૉ. જયેશભાઈ પનારા અને ડૉ. ચિરાગભાઈ વિડજા મહિલાઓને જરૂરી માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમ સંપૂર્ણ નિઃશુલ્ક છે જો કે, તેના માટે રજીસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે. અને રજીસ્ટ્રેશન કરવા માટે મો.નં. 79848 40322 તથા 95376 65500 ઉપર વોટ્સએપ મેસેજ કરવાનો છે આ સેમિનારમાં શ્રેષ્ઠ સંતાન માટે વિચારી રહેલ દંપતીઓ, ગર્ભવતી મહિલાઓ તથા તેમના પતિદેવો, વૈદિક ગર્ભ વિજ્ઞાન જાણવા ઈચ્છુક કોઈપણ વ્યક્તિઓ આવી શકે છે. તેમ ભારત વિકાસ પરિષદના પ્રમુખ હિંમતભાઈ મારવણિયા તેમજ ડૉ. ચિરાગભાઈ વિડજા, ધ્રુમિલભાઈ આડેસરા, આઇએમએના પ્રમુખ ડૉ. અંજનાબહેન ગઢીયા અને સેક્રેટરી ડૉ. હિનાબહેન મોરીએ જણાવ્યુ છે.




Latest News