મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી વ્યાસ પ્રગતિ મંડળ દ્વારા રાહત દરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કરાયું


SHARE









મોરબીમાં શ્રી વ્યાસ પ્રગતિ મંડળ દ્વારા રાહત દરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કરાયું

છેલ્લા 35 વર્ષથી વધારે સમયથી મોરબી સહીત સમગ્ર મચ્છુકાંઠા વિસ્તારમાં મોરબી સ્થિત શ્રી વ્યાસ પ્રગતિ મંડળ દ્વારા અનેકવિધ સામાજીક, સેવાકાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં સમુહલગ્નો, યજ્ઞોપવિત, બ્લડ ડોનેશન કેમ્પ તેમજ શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓના હિતના આયોજનો કરવામાં આવતા હોય છે. ગતવર્ષની જેમ આ વર્ષે પણ શ્રી વ્યાસ પ્રગતિ મંડળ મોરબી દ્વારા મોરબી શહેર તથા સમગ્ર મચ્છુ વિસ્તારમાં વસવાટ કરતા મચ્છુકાંઠા વ્યાસજ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે શ્રી મચ્છુ કાંઠાવ્યાસ જ્ઞાતીના મકાન ખાતે ફૂલસ્કેપ નોટબુક (ચોપડાં) નું વ્યાજબી ભાવે વિતરણ કરવામાં આવ્યું હતુ. જેને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. આ આયોજનને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખના માર્ગદર્શન હેઠળ તમામ સભ્યોએ સુંદર વ્યવસ્થા સાથે ભારે જહેમત ઉઠાવી હતી.




Latest News