મોરબીમાં શ્રી વ્યાસ પ્રગતિ મંડળ દ્વારા રાહત દરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કરાયું
મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા શિક્ષકો-પ્રોફેસરોને સજ્જ કરતો ત્રિદિવસય ટીચર ટ્રેનિંગ સેમિનાર યોજાયો
SHARE
મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા શિક્ષકો-પ્રોફેસરોને સજ્જ કરતો ત્રિદિવસય ટીચર ટ્રેનિંગ સેમિનાર યોજાયો
મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સુપ્રીમો પી.ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ ટીચર ટ્રેનિંગ સેમિનારનું આયોજન થયું હતું. આ કાર્યક્રમ માં ગુજરાતના જાણીતા લેખક વક્તા જય વસાવડા, મોટિવેશન સ્પીકર શૈલેષ સગપરિયા તેમજ વિશ્વ વિખ્યાત પેરેંટિંગ ટ્રેઇનર જિતેન્દ્ર ટીમ્બડિયા દ્વારા શિક્ષકોને તેમજ પ્રોફેસરોને તાજગી સભર તાલીમ આપવામાં આવી હતી.
ત્યારે શૈલેષ સગપરિયા એ પોતાની આગવી શૈલીમાં સમુદ્ર મંથનના રૂપકથી શિક્ષણની વાત કરી હતી અને દરેક વ્યક્તિનું જીવન પણ સમુદ્રમંથન જેવુ છે અને તેમાંથી નીકળતા વિવિધ રત્નોથી જીવનને સફળ કેમ બનાવવું તે વાર્તાના સારથી સમજાવ્યું હતું અને વ્યક્તિએ સફળ થવા માટે નકારાત્મકતાથી દૂર રહી સતત અને સખત પરિશ્રમથી ધીરજ પૂર્વક આગળ વધવું પડે છે આ સફળતાને ટકાવી રાખવા લોભ લાલચથી દૂર રહી સમય મુજબ અપડેટ થવું પડશે.
તો જય વસાવડાએ વાત કરતાં જણાવ્યુ હતું કે, ગુજરાત ભરમાં શિક્ષકોને સતત તાલીમ આપતી જો કોઈ સંસ્થા હોય તો એ એક માત્ર નવયુગ છે. આપણાં ઋષિમુનિ સારા શિક્ષક હતા. જે વાર્તા દ્વારા કથા દ્વારા બોધ આપી લોકોને શિક્ષિત કરતાં. દરેક માણસના જીવનમાં વનવાસ આવે છે. જે માંદગીરૂપે હોય, ધંધાની નુકસાની હોય, વિદ્યાર્થી નાપાસ થયો હોય પણ આ વનવાસના સમયમાં જે કર્મ ચાલુ રાખે છે તે હીરો બની બહાર આવે છે.
પેરેંટિંગ ટ્રેઈનર શ્રી જીતેન્દ્ર ટીંબડીયાએ પોતાની યુનિક સ્ટાઇલમાં શિક્ષકોને માનવતાનો માળી કેવી રીતે બને તેની રસપ્રદ વાતો કરી. બાળક એક બીજ છે અને જેનું જતન,સિંચન, સંસ્કાર કેવી રીતે આપવા તેનું સચોટ માર્ગદર્શન કર્યું હતું આ ત્રિદિવાસીય ટીચર્સ ટ્રેનિંગ સેમિનારને સફળ બનાવવા માટે મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઇ સરસવાડીયા તેમજ નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશન ની મેનેજમેંટ ટીમે જહેમત ઉઠાવી હતી