મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના બેલા (આ) ગામે દીવાલ માથે પડતાં વૃદ્ધાનું મોત


SHARE













મોરબીના બેલા (આ) ગામે દીવાલ માથે પડતાં વૃદ્ધાનું મોત

મોરબીના બેલા (આ) ગામે રહેતા વૃદ્ધ મહિલા ઉપર કોઈપણ રીતે દીવાલ પડી હતી જેથી કરીને ઈજા પામેલ મહિલાનું મોત નીપજયું હતું અને તેના બોડીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બેલા (આ) ગામે રહેતા રહેમતબેન મામદભાઈ જામ (57) નામના મહિલા તા. 8/6 ના રાત્રીના આઠેક વાગ્યાના સમયે ગામમાં હતા ત્યારે કોઈપણ કારણોસર તે મહિલા ઉપર દિવાલ તૂટી પડી હતી જેથી કરીને મહિલાને ગંભીર ઇજા થવાથી તે મહિલાનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બીયરના ચાર ટીન મળ્યા

હળવદ માળીયા હાઇવે રોડ ઉપર મોરબી ચોકડી પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી બીયરના ચાર ટી મળી આવ્યા હતા જેથી પોલીસે 880 રૂપિયાની કિંમતનો બીયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી મુકેશ પ્રયાગભાઈ તુરી (24) રહે. હાલ મોરબી ચોકડી હાઇવે પાસે હળવદ મૂળ રહે. ઝારખંડ વાળા ની ધરપકડ કરી છે અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

એક બોટલ દારૂ

વાંકાનેરના રંગપર ગામના બસ સ્ટેશન પાસેથી પસાર થઈ રહેલા એક્ટિવા નંબર જીજે 1 યુજી 9938 ના ચાલકને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે 1,300 રૂપિયાની કિંમતની દારૂની બોટલ તથા 30,000 રૂપિયાની કિંમતનું એકટીવા આમ કુલ મળીને 31,300 ના મુદ્દામાલ સાથે આરોપી સરફરાજભાઈ હનીફભાઈ બલોચ (40) રહે. હવેલી વાળી શેરી, ભાટિયા સોસાયટી વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે




Latest News