માળીયા (મી)ના વિદરકા ગામ નજીક કુદરતી હાજતે ગયેલા બાળક સાથે ઝઘડો કરીને તલવાર-છરી વડે ચાર શખ્સે કર્યો હુમલો
SHARE








માળીયા (મી)ના વિદરકા ગામ નજીક કુદરતી હાજતે ગયેલા બાળક સાથે ઝઘડો કરીને તલવાર-છરી વડે ચાર શખ્સે કર્યો હુમલો
માળીયા (મી)ના વિદરકા ગામ પાસે નવા બનતા કારખાનાની બહારના ભાગમાં બાળક કુદરતી હાજતે ગયો હતો દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા શખ્સોએ તેની સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો અને તે બાબતનો ખાર રાખીને ચાર શખ્સો ફોરવ્હીલ ગાડીમાં કારખાનાના લેબર કવાર્ટર પાસે આવ્યા હતા અને ત્યાં તે બાળક સૂતો હતો ત્યાં તેની સાથે બોલાચાલી કરીને તલવાર અને છરી વડે હુમલો કરીને મારમારીને ઇજા કરવામાં આવી હતી જેથી બાળકને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવ સંદર્ભે ઇજાગ્રસ્ત બાળકના પિતાએ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં માળીયા મિયાણા તાલુકાના વિદરકા ગામની સીમમાં કંપનીની બાજુમાં એલીગોલ્ડ માઇક્રોન નામની નવી બનતી કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા અનિલભાઈ બુધિયાભાઈ વર્મા (38)એ હાલમાં જાવેદ ગુલામભાઈ જેડા, સદ્દામ હસનભાઈ કટિયા, યારો શેરમહમદ મોવર અને એક અજાણ્યો માણસ આમ કુલ ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છેકે, તેઓ જે નવી બનતી કંપનીના લેબર કવાર્ટરમાં રહેતા હતા તે કંપનીની બહારના ભાગમાં રોડ સાઈડમાં તેમનો દીકરો શુભમ (14) કુદરતી હાજતે ગયો હતો અને ત્યારે ત્યાંથી આરોપીઓ પસાર થઈ રહ્યા હોય આરોપીઓને તે ન ગમતા તેને ફરિયાદીના દીકરા સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો અને બાદમાં તે બાબતનો ખાર રાખીને ચારેય શખ્સો કાર લઈને તેઓના લેબર ક્વાર્ટર પાસે આવ્યા હતા અને ત્યાં ફરિયાદીનો દીકરો શુભમ સૂતો હતો ત્યારે તેની સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ત્યારે જાવેદ જેડાએ તેના હાથમાં રહેલ તલવાર વડે શુભમને ડાબા હાથના કાંડાના ભાગે મારમારીને ઇજા કરી હતી જોકે, સદામ કટિયાએ છરી વડે જમણા પડખાના ભાગે અને યારો મોર નામન શખ્સે છરી વડે ડોકની જમણી બાજુએ છરકો મારીને ઇજા કરી હતી જ્યારે અજાણ્યા શખ્સ દ્વારા લાકડાના ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલ બાળકને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ હતો અને ઇજાગ્રસ્ત બાળકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.કે. જાડેજા ચલાવી રહ્યા છે.
