આનંદો ! મોરબીમાં મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી લોકમેળોનું કરાયું આયોજન મોરબીની પી.જી.પટેલ કોલેજના વિદ્યાર્થીઓએ આણંદમાં આવેલ અમૂલ ડેરીની અભ્યાસના ભાગરૂપે લીધી મુલાકાત મોરબીના ગ્રાહકને નિયમ મુજબ બોઇલરનું સર્ટી ન આપતા પંજાબની કંપનીને ગ્રાહક સુરક્ષા મંડળે ૨૩.૧૭ લાખ ચુકવવા આદેશ કર્યો મોરબીના જુના નાગડાવાસ ગામે તળાવમા અસંખ્ય માછલાના મોત પહેલો ઘા રાણાનો !: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં ઘટાડો થાય તે પહેલા જ નેચરલ ગેસના ભાવમાં  3.25 રૂપિયાનો ઘટાડો મોરબી જિલ્લાની વિકાસ વાટિકાનું કલેક્ટર, ડીડીઓ સહિત ઉચ્ચ અધિકારીઓના હસ્તે વિમોચન કરાયું મોરબી: વાદળ છાયા વાતાવરણમાં કેટલીક બાબતોની કાળજી રાખી પ્રાકૃતિક કૃષિ પધ્ધતિને વધુ અસરકારક બનાવીએ મોરબીના જલારામ મંદિરે સદાવ્રતમાં પ્રસાદ યોજીને વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા આગેવાનો
Breaking news
Morbi Today

મોરબીમાં લોહાણા સમાજના ધો-૫ થી કોલેજના વિદ્યાર્થીઓને વિનામુલ્યે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ કરાશે


SHARE















મોરબીમાં લોહાણા સમાજના ધો-૫ થી કોલેજના વિદ્યાર્થીઓને વિનામુલ્યે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ કરાશે

મોરબી શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ દ્વારા પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તનમાન વર્ષે પણ લોહાણા સમાજ ના ધો-૫ થી કોલેજ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ-બહેનો માટે વિનામુલ્યે ફુલસ્કેપ નોટબુક વિતરણનું આયોજન તા.૧૧ થી ૧૪ સુધી સાંજે ૫ થી ૭ કલાક દરમિયાન શ્રી લોહાણા મહાજન વાડી-સુધારાવાડી શેરી, મોરબી ખાતે કરવામાં આવશે. અને ફુલ સ્કેપ ચોપડા મેળવવા માટે વિદ્યાર્થીઓએ વર્ષ ૨૦૨૫ ની માર્કશીટ ની ઝેરોક્ષ મોબાઈલ નંબર લખીને લાવવાની રહેશે.  વર્ષ ૨૦૨૫ ની જ માર્કશીટ માન્ય ગણાશે તેમજ જે વિદ્યાર્થીઓને ઓરીજીનલ માર્કશીટ ન આવેલ હોય તેમણે ઓનલાઈન માર્કશીટની પ્રિન્ટ અને તેમા મોબાઈલ નંબર લખીને લાવવાનુ રહેશે જેની સર્વેએ નોંધ લેવા વિનંતી.

પ્રવર્તમાન વર્ષે શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ દ્વારા વિનામુલ્યે ફુલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમમાં જે.ડી.મીરાણી (એડવોકેટ), સ્વ.કનુભાઈ કેશવજીભાઈ પંડિત પરિવાર, કલ્પેશભાઈ પુજારા (Edu-bliss career institute), પ્રવિણભાઈ કક્કડ (જનતા ક્લાસીસ) પરિવાર, હસમુખરાય ચીમનલાલ પુજારા પરિવાર, પ્રતિકભાઈ તથા હાર્દિકભાઇ એચ. હાલાણી પરિવાર, મહેન્દ્રભાઈ રામજીભાઈ બારા (ભગવતી મંડપ) પરિવાર, સદગુરુદેવના શિષ્ય પરિવાર, સ્વ.અમૃતલાલ ત્રિભોવનદાસ રાચ્છ (હ.ગીરીશભાઈ રાચ્છ) પરિવાર, સ્વ.હિંમતલાલ કેશવજીભાઈ પંડિત પરિવાર, ઠા.મગનલાલ રણછોડભાઈ હીરાણી  (હ.મનુભાઈ હીરાણી) પરિવાર, સી.પી પોપટ પરિવાર, ભોગીલાલ ધનજીભાઈ બુધ્ધદેવ પરિવાર (હ.વિરલભાઈ બુધ્ધદેવ),સ્વ. દયાબેન વાલજીભાઈ ચગ પરિવાર (હ. ભાવનાબેન, મધુબેન, જયશ્રીબેન,નીતાબેન તથા ચગ પરિવાર), સ્વ.શાંતિલાલ નેણસીભાઈ છગાણી પરિવાર (હ.નિખિલભાઈ તથા પિયુષભાઈ છગાણી), સ્વ.શાંતાબેન મનસુખલાલ પંડિત પરિવાર (હ.વિનોદભાઈ), સ્વ.કાંતિલાલ રવજીભાઈ રાજવીર પરિવાર (જલારામ ગોળ), સ્વ.હરીલાલ મનહરલાલ રવાણી (હ.રીટાબેન મનહરલાલ રવાણી) પરિવાર તરફથી સહયોગ પ્રાપ્ત થયેલ છે.




Latest News