ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના મયુર બ્રીજની નીચેથી અજાણ્યા વ્યકિતનો કોહવાયેલ મૃતદેહ મળ્યો


SHARE













મોરબીના મયુર બ્રીજની નીચેથી અજાણ્યા વ્યકિતનો કોહવાયેલ મૃતદેહ મળ્યો

 મોરબીના મયુર બ્રીજની નીચે મચ્છુ નદીના વિસ્તારમાંથી કોહવાઈ ગયેલી હાલતમાં આશરે 55થી 60 વર્ષના વૃધ્ધનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
 બી ડીવીઝન પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે મશરૂભાઈ દેવશીભાઈ પરસાડીયા ભરવાડ રહે. રોયલ પાર્ક વોરા બાગ પાસે સામાકાં વાળાએ ફોન વડે પોલીસમાં જાણ કરી હતી કે મયુર બ્રીજની નીચે મચ્છુના પટમાં કોહવાયેલ હાલતમાં પુરૂષનો મૃતદેહ પડયો છે.

જેથી સ્ટાફના અરવિંદભાઈ ઝાપડીયા તપાસમાં પહોંચ્યા હતા. જોકે મૃતદેહ બે ત્રણ દિવસ જુનો હોય અને મોઢાનો ભાગ કોહવાયેલ હાલતમાં હોય મૃતકની ઓળખ થઈ શકેલ નથી. પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક આશરે 55થી 60 વર્ષના હોય તેમ તેમણે ભુરા કલરનું અડધુ પેન્ટ અને રાખોડી કલરનો શર્ટ પહેરેલ છે. મૃતદેહનું ફોરેન્સીક પીએમ કરાવવામાં આવેલ છે. હાલ મૃતકની ઓળખ મેળવવા તજવીજ ચાલુ છે. જો કોઈને કંઈ માહીતી હોય તો તપાસ અધિકારીના મોબાઈલ નંબર 97140 64419 ઉપર જાણ કરવા યાદીમાં જણાવાયેલ છે.

મારામારીમાં ઈજા
મોરબી સિવિલના દરવાજા પાસે મારામારીમાં ઈજા થતા અમિતભાઈ ચંદુભાઈ અગેચાણીયા (32) રહે. કબીર ટેકરી શેરી નંબર-3ને ઈજા થતા સારવારમાં લઈ જવાયો હતો. જયારે હળવદના સરા રોડ રૂક્ષ્મણી પાર્કમાં રહેતા હિરલબેન રવિભાઈ પરમાર (27)ને બાઈકમાંથી પડી જતા સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.જયારે જેતપર રોડે ટ્રકની કેબીન ઉપરથી પડી જતા બાબુભાઈ મોહનભાઈ મકવાણા (24) રહે.દશા માતાના મંદિર પાસે ભચાઉ કચ્છને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.

બાળકનું મોત
મોરબીના જેતપર રોડ સિફોન સિરામીકના લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજુરીકામ કરતા પરીવારનો પવન ચરણભાઈ માલવી બલાઈ નામનો ત્રણ વર્ષના બાળક પાછળ કુતરૂ દોડતા ભાગવા જતા તે પડી ગયો હતો.અને માથુ રૂમના પગથીયામાં અથડાતા સારવાર દરમ્યાન રાજકોટ ખાતે તેનું મોત નિપજયું હતું. બનાવને પગલે તાલુકા પોલીસ મથકના સી.કે. પઢીયારે તપાસ કરી હતી. જયારે રફાળેશ્ર્વરના મચ્છુનગર વિસ્તારમાં સાપ કરડી જતા હરેશ મુકેશભાઈ આદરોજીયા (21)ને સિવિલે સારવારમાં લઈ જવાયો હતો.






Latest News