મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિક બન્યા બાદ પ્રથમ બાંધકામ મંજૂરી ઇશ્યૂ કરાઇ


SHARE









મોરબી મહાપાલિક બન્યા બાદ પ્રથમ બાંધકામ મંજૂરી ઇશ્યૂ કરાઇ

મોરબી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ બાંધકામ મંજૂરી માટે થઈને અરજી કરવામાં આવતી હોય છે દરમિયાન મોરબી શહેરના વિસ્તારમાં રામકૃષ્ણનગરમાં રહેણાંક મકાન માટેની પ્રથમ બાંધકામ મંજૂરી આપવામાં આવેલ છે. અને મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ બાંધકામ મંજૂરી કરવામાં આવ્યું છે.

મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરના જુદા જુદા વિસ્તારની અંદર જે ગેરકાયદે બાંધકામો છે તેને તોડવા માટેની કામગીરી ચાલી રહી છે તેની સાથોસાથ કાયદેસરની જગ્યા ઉપર નિયમ મુજબ બાંધકામ કરવા માટે થઈને આસામીઓ દ્વારા બાંધકામ માટેની અરજીઓ કરવામાં આવતી હોય છે તેવી જ રીતે મોરબી શહેરના સામાકાંઠે આવેલ રામકૃષ્ણનગરમાં રહેતા જોષી કિરીટભાઈ કાંતિલાલ દ્વારા મોરબી નગરપાલિકા માન્ય ઇજનેર અનિલભાઈ મીરાણી (અપૂર્વ હોમ પ્લાન) વાળા મારફતે અરજી કરવામાં આવી હતી અને તેઓની રહેણાંક મકાન બનાવવા માટેની અરજીને મહાનગરપાલિકામાંથી મંજૂરી આપવામાં આવેલ છે આમ મોરબી શહેરમાં હવે મહાનગરપાલિકા દ્વારા બાંધકામ મંજૂરી આપવાના શ્રીગણેશ કરવામાં આવ્યા છે.




Latest News