મોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અને આપના આગેવાનોની અટકાયત મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં નિવૃત આર્મીમેન દ્વારા બહેનો માટે ફ્રી ફીઝીક્લ ટ્રેનીંગનું આયોજન


SHARE













મોરબીમાં નિવૃત આર્મીમેન દ્વારા બહેનો માટે ફ્રી ફીઝીક્લ ટ્રેનીંગનું આયોજન

મોરબીમાં નિવૃત આર્મીમેન દ્વારા સર્વ સમાજના બહેનોને પોલીસ, આર્મી તથા તમામ પ્રકારની ફિઝિકલ પરીક્ષાની તૈયારી કરવા માટે ફ્રી ટ્રેનીંગનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ટ્રેનીંગ કાલથી શરૂ થવાની છે જેમાં જોડાવા ઇચ્છતા બહેનોએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

પોલીસ, આર્મી તથા તમામ પ્રકારની ફિઝિકલ પરીક્ષાની તૈયારી કરતા તથા તૈયારી કરવા ઇચ્છતા સર્વ જ્ઞાતિની બહેનો માટે  મોરબીમાં સુવર્ણતક છે કેમ કે, ઓ.સુબેદાર મેજર ઝાલા સહદેવસિંહ (નિવૃત આર્મી) દ્વારા બહેનોને ટ્રેનીંગ આપવામાં આવી રહી છે અને પોતાના આર્મીના ૨૮ વર્ષના અનુભવ સાથે તેઓ ફ્રી ટ્રેનિંગ સુવિધા મોરબીમાં આપી રહ્યા છે અને ખાસ કરીને મહિલા ઉમેદવારો માટે તદ્દન ફ્રી ફિઝિકલ ટ્રેનિંગ સેન્ટર કે જેમાં ફીઝીક્લ ટ્રેનિંગની સાથે સંપૂર્ણ પરીક્ષા માર્ગદર્શન, ડાયટીંગ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે આ ટ્રેનિંગમાં રજીસ્ટ્રેશન માટે નામ, સરનામું લખી વોટ્સએપ નંબર 8875711843 ઉપર મોકલી દેવાનું છે અને આ ટ્રેનિંગ તા 12/6/25 ને ગુરુવારના રોજ સવારે 05:45 વાગ્યાથી મોરબીના શનાળા ગામ પાસે આવેલ  રાજપૂત સમાજ વાડી ગ્રાઉન્ડ ખાતે શરૂ કરવામાં આવશે અને વધુ માહિતી માટે ઓ.સુબેદાર મેજર ઝાલા સહદેવસિંહ (8875711843)નો સંર્પક કરવા માટે જણાવ્યુ છે અને ઉલેખનીય છે કે, આ અગાઉ પણ 100 થી વધુ મહિલાઓને તેઓની દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી અને રજીસ્ટ્રેશન માટે https://surveyheart.com/form/684868ce9c4e9a63c2f697ac આપેલ લિંકને ટચ કરીને પણ રજીસ્ટ્રેશન કરાવી શકશે.




Latest News